હવે ગુજરાતમાં બનશે બાયોટેકની COVAXIN રસી, કંપની આ શહેરમાં રસીનું મોટાપાયે ઉત્પાદન કરશે
હાલમાં ભારતમાં રસીકરણ માટે પૂણેના સિરમ ઈંસ્ટિટ્યુટમાં બનસી કોવિશિલ્ડ અને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકની કોવેક્સિન ઉપલબ્ધ છે. જો કે રસીની સર્જાયેલી અછતને પહોંચી વળવા માટે ભારત બાયોટેક હવે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન રસીનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વરમાં આવેલી ભારત બાયોટેકની સબસિડીઅરી કંપની કાયરોને બેહરિંગ વેક્સિન પ્રાઈવેટ લિમિટેડમાં જુન મહિનામાં ફોર્મ્યુલેશનની પ્રક્રિયા શરૂ કરાયા બાદ ટુંક સમયમાં રસીનું પ્રોડક્શન કંપનીની બે લાઈન પર શરૂ કરવામાં આવશે.
ભારત બાયોટેકના CoFounder અને JMD સુચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સબ્સિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે.સૂત્રો અનુસાર જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઈ શકે છે જયારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.
અહિંયા હાલમાં હડકવાની રસીનું પ્રોડક્શન થઈ રહ્યું છે. પણ કોરોનાની રસીની જરૂરીયાતને જોતા કોવેક્સિનના પ્રોડક્શનને પ્રાથમિકતા આપવામાં આવશે. કંપનીની વાર્ષિક 20 કરોડ ડોઝની પ્રોડક્શનની ક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
હાલમાં હૈદરાબાદ અને બેંગાલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરુ કરશે. અંકલેશ્વર સ્થિત સબ્સિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક ૨૦૦ મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
હાલ માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતનું નામ પણ તેમાં જોડાયું છે. આમ, કોરોના મહામારી નાથવામાં ગુજરાતનો પણ મોટો ફાળો રહેશે.
ગુજરાતમાં શરૂ થનાર આ ઉત્પાદનના કારણે ગુજરાતીઓને વિશેષ લાભ મળશે કે નહિ તે ઉપર હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી જોકે ગુજરાતની ધરા ઉપર વૈશ્વિક મહામારીને નાથવા માટે મહત્વનું શસ્ત્ર મનાતી વેક્સિનનું ઉત્પાદન મહત્વની અને ગર્વની બાબત મનાઈ રહી છે.