गुजरात

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, VIDEO થયા વાયરલ

અમદાવાદ. ભીષણ ચક્રવાતી વાવાઝોડા ટાઉતે સોમવાર રાત્રે લગભગ 8 વાગ્યે ગુજરાત ના દરિયાકાંઠે ટકરાયું. તે સૌરાષ્ટ્ર માં દીવ  અને ઉના ની વચ્ચે કાંઠા પર ટકરાયું. ત્યારબાદ મધરાતે 12 વાગ્યા સુધી લેન્ડફોલ ની પ્રક્રિયા ખતમ થઈ. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર અત્યાર સુધીમાં તેના કારણે કોઈ પણ મોત થવાના અહેવાલ સામે નથી આવ્યા. રાજ્ય સરકાર તરફથી વાવાઝોડા પહેલા જ બે લાખ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વાવાઝોડું ટકરાયું તે સમયે પવન 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતો હતો. આઇએમડીએ કહ્યું કે ચક્રવાત રાત્રે લગભગ 9:30 વાગ્યે ટકરાવા દરમિયાન કેન્ર્મશાસિત પ્રદેશ દીવમાં 133 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે ટાઉતે વાવાઝોડું ખૂબ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ પેલા તે ખૂબ જ ગંભીર શ્રેણીમાં હતું.

Related Articles

Back to top button