ભુજ શહેરમાં થયેલ એક્ટીવા ચોરીના ગુના નો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મે.પોલીસ મહાનરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજવિભાગ ભુજનાઓએ સૂચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમ.ચૌઘરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે . ના એ પાર્ટ ગુ.ર.ન -૦૮૦૯ / ૨૦૨૧ ઈ.પી.કો કલમ -૩૭૯ મુજબ નો ગુનો તા -૧૨ / ૦૫ / ૨૦૨૧ બનેલ જે ગુનાનો ભેદ ઉકેલવા સારૂ સર્વેલન્સ સ્ટાફની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ તથા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલ સી.સી.ટી.વી કેમેરા ના ઉપયોગ થી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ કિશોરસિંહ બી . જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે એક ઈશમ જેણે કાળા કલરનું ટી – શર્ટ પહેરેલ છે . જે એક શંકાશપદ એક્ટીવા સાથે હાલે આઝાદચોક મધ્યે હાજર છે . તેવી ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે આઝાદચોક મધ્યે ઉપરોક્ત વર્ણન વાળો ઈસમ ઉભેલ હોઈ જેથી તેને કોર્ડન કરી પકડી પાડેલ અને મજકુરના કષ્નાની એક્ટીવા જોતા ઉપરોક્ત ગુના કામે ચોરાયેલ મુદામાલ હોઈ જેથી મજકુર ઈસમને હસ્તગત આરોપીને કોવિડ -૧૯ ટેસ્ટ કરાવવા મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . > આરોપી : ( ૧ ) સામજી ઉર્ફે શ્યામ હિરજીભાઈ વાઘેલા ઉ.વ -૧૯ રહે.મુળ ભુતેશ્વર , ભુજ હાલ રહે.સોની સમાજવાડી , પબુરાઈ ફળીયુ ભુજ મુદામાલ : ( ૧ ) હોન્ડા કમ્પનની એક્ટીવા રજી.નં- જી.જે – ૧૨ – સી.એફ .૮૯૭૮ કિ.રૂા .૨૦,૦૦૦ / આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સ.શ્રી પી.એમ.ચૌઘરી ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઈ કીશોરસિંહ બી . જાડેજા તથા ભાવેશભાઈ ડી . ડાંગર તથા પો.હેડ કોન્સ . જગદીશભાઈ એસ . ચૌધરી તથા મજીદભાઈ એસ . સમા તથા પો.કોન્સ . મનુભાઈ કે . નાડોદા નાઓ જોડાયેલા હતા .