गुजरात

ત્રણ વર્ષ અગાઉની મો.સાચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પોલીસ મહાનરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા સારૂ આપેલ સુચના સંદર્ભે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઈ સાહેબ ભુજ વિભાગ ભુજનાઓ સૂચના આપેલ . જે અન્વયે પોલીસ ઇન્સપેકટર પી.એમે.ચૌઘરી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના માણસો ભુજ શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એએસઆઈ કિશોરસિંહ જાડેજા ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પધ્ધર પોલીસ સ્ટેશનમાં એક પલ્સર મો.સા રજી નં – પી.બી.૦૮.ડી.એચ .૧૫૭૫ વાળી ડીટેઈન થયેલ છે . જે ભુજ શહેર વિસ્તારમાંથી ચોરી થયેલ છે , જે બાતમી હકીકત આધારે સદર પલ્સર મો.સા બાબતે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જઇ તપાસ કરતા સદરહુ પલ્સર મો.સા પધ્ધર પો.સ્ટે વાહન ડીટેઈન રજી નં -૩૩૫ / ૨૦૨૦ તા . ૦૭/૦૯૨૦૨૦ ના રોજ મો.સા ચાલક કારજસિંઘ કુલબીરસિંઘ ધિલોન રહેમા ધાપર તા ભુજવાળા પાસેથી મો.સા રજી નં – પી.બી .૦૮ ડી.એચ. ૧ પ ૭ પ વાળી ડીટેઈન થયેલ હોવાનું જણાઈ આવેલ છે . જેથી ઉપરોકત મો.સા ચાલક કાર જસિંઘ કુલબીરસિંઘ ધિલોન રહે – માધાપર તા.ભુજ વાળાનો સંપર્ક કરી પધ્ધર પોલીસ સ્ટેશન બોલાવી મજકુર ઇસમને ઉપરોક્ત પલ્સર મો.સા બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે આ પલ્સર મો.સા પોતાની પાસેથી ડીટૅન થયેલ છે . જેમાં પોતે ખોટી નંબર પ્લેટ લગાડેલ છે . અને મજકુર ઇસમ આ પલ્સર મો.સાના રજી કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ . જેથી સદર પલ્સર મો.સાના એજીન નંબર તથા ચેસીસ નંબર વેરીફાઇ કરતા અસલ રજી નં.જી.જે.૧૨.ડી.ઇ. ૩૦૭૫ વાળા હોવાનું જણાયેલ જે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં -૫૦ / ર ૦૧૮ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબના ગુના કામે ચોરીમાં ગયેલ મુદામાલ હોવાનું જણાઈ આવેલ જેથી મજકુર ઇસમની વધુ પુછપરછ કરતા પોતે સદર પલ્સર મોટર સાયકલ આશરે ત્રણ વર્ષ પહેલા હોસ્પીટલ રોડ ઉપર થી ચોરી કરેલાની કબુલાત આપતો હોઇ . જેથી સદર મો.સા સી.આર.પી.સી કલમ -૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે . મજકુરને સી.આર.પી.સી કલમ -૪૧ ( ૧ ) ( આઇ ) મુજબની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે , આરોપી : ( ૧ ) કારજસિંઘ કુલબીરસિંઘ ધિલોન રહે – માધાપર તા.ભુજ મુળરહે ગામ – સદાણા તાપોખપર જીલ્લો જલંધર ( પંજાબ ) મુદામાલ : ( ૧ ) પલ્સર મોટર સાયકલ રજી . નંબર જી.જે .૧ર.ડી.ઇ .૩૦૭પ કિ.રૂ 60,000 / આમ ઉપરોક્ત કામગીરીમાં પો.ઈન્સશ્રી પી.એમ.ચૌઘરી ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઈ કીશોરસિંહ બી.જાડેજા તથા પો.હેડ કોન્સ . જગદીશભાઈ ચૌઘરી તથા ડ્રા.પો.હેડ.કોન્સમજીદભાઈ સમા તથા પો.કોન્સ સંજયભાઇ દેસાઇ તથા પો.કોન્સ . મનુભાઈ નાડોદા તથા પો.કોન્સ ભરતજી ઠાકોર નાઓ જોડાયેલા હતા

Related Articles

Back to top button