કચ્છ ની પ્રજા ના સ્વાસ્થ્ય સાથે ચેડાં… કચ્છ માં મોત નું તાંડવ….
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
કચ્છ ની પ્રજા ના સ્વાસ્થ્ય સાથે ચેડાં… કચ્છ માં મોત નું તાંડવ….
આજે તારીખ 04.05.2021 ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટીમ દ્વારા સમરસ છાત્રાલય જે હાલ કોવીડ હોસ્પીટલ કરવા માં આવી છે એની સામે ધરણા કરવા માં આવ્યા હતા. એ ધરણા નું કારણ એ હતું કે જયારે હાલ કચ્છ માં કોરોનો મહામારી માં મોત નું તાંડવ ચાલી રહ્યું છે પણ સમરસ માં 10 જેટલાં વેન્ટિલેટર પડ્યા હોવા છતાં આપવા માં આવી રહયા નથી એના લીધે દર્દીનું મૃત્યુ થાય છે અને બાયપેપ પણ કહેવા પૂરતું છે એમાં પણ ઓક્સિજન નું ફ્લો આપવા માં આવતું નથી. સાથે આપણા મુખ્યમંત્રી એ 2000 બેડ ની જાહેરાત કરી હતી પણ એ પોકળ સાબિત થઇ છે 2000 જેટલાં મૃત્યુ થઇ ગયા પણ બેડ ની સુવિધા કરવા માં આવી નથી.
આ મુદ્દાઓ માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કરવા માં આવી હતી અને નરેશ મહેશ્વરી અને હિતેશ મહેશ્વરી દ્વારા ઉગ્ર રજુઆત કરી અને કહેવા માં આવ્યું હતું કે સમરસ ના અમુક લેભાગુ તત્વો વેન્ટિલેટર ના નામે લૂંટ ચલાવી રહયા છે. દર્દી ને વેન્ટિલેટર ની જરૂર પડે તો અમુક જ હોસ્પીટલ શિફ્ટ કરવા નું કહેવા માં આવે છે જેમાં સ્પષ્ટ એની ભાગેદારી હોય એવુ લાગી રહ્યું છે અને સાથે રેમેદેસીવીર માં પણ 4 ઇન્જેકસન માં થી 5 બનાવી ને વેપલો થઇ રહ્યો છે. સાથે સેટીંગ બાજો ને બેડ મળે છે અને પ્રજા એમ ને એમ મરે છે જેની રજુઆત સાથે ત્યાં ખુબ ધમધમતા તાપ માં 2 કલાક જેટલો સમય બેસવા છતાં પણ વહીવટ તંત્ર કે પ્રસાસન ના પેટ નું પાણી હલ્યું નહીં અને આખરે પોલીસ ને સામે કરવા માં આવી અને ત્યાં થી અમારી બળજબરી પૂર્વક નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, રમજાન સમા, હુસેન થેબા, શિવજી ધેડા, મણિલાલ વાઘેલા, શ્યામ મતિયા, મનોજ દનિચા, રમેશ ધુંવા સર્વે ની અટકાયત કરવા માં આવી અને બી ડીવીસન ખાતે લઇ જવા મા આવ્યું હતું. પણ ત્યાર બાદ જિલ્લા ની ટીમ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવા માં આવી છે કે આવતી કાલે જીકે જનરલ હોસ્પીટલ ની સામે જ્યાં સુધી આ મુદ્દાઓ નું નિરાકરણ કરવા માં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ધરણા કરવા માં આવશે અને સાથે ભુજ ના કોઈ પણ વિસ્તાર માં મુખ્યમંત્રી ના પૂતળા પણ દહન કરવા માં આવશે.
આ ધરણા માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રદેશ અગ્રણી નરેશ મહેશ્વરી, જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી, પ્રભારી રમજાન સમા, સહપ્રભારી હુશેન થેબા, જિલ્લા ઉપપ્રમુખ શિવજી ધેડા, માંડવી તાલુકા પ્રમુખ ચાંપશી ધેડા, ભુજ તાલુકા પ્રમુખ મણિલાલ વાઘેલા, મીડિયા ના સંજય મહેશ્વરી, કિશન માંગરીયા, પ્રતાપ ખરેટ, જયેશભાઇ ધુંવા, દિપક માતંગ, રમેશ ધુંવા, શયામ મતિયા, મનોજ દનિચા વગેરે જોડાયા હતા.