गुजरात

અબડાસા તાલુકામાં ૫૦(પચાસ) બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સાંધી સિમેન્ટ તમામ ખર્ચ ઉઠાવશે

Anil Makwana

અબડાસા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના ભરડામાં છે ત્યારે સમગ્ર ગુજરાત અને કચ્છમાં પણ તેનો પ્રકોપ છે તેના નિયંત્રણ માટે તા:-૩૦/૦૪/૨૦૨૧ના રોજ ભુજ ખાતે માન.મંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ તેમજ માન.ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ સમીક્ષા બેઠક અંતર્ગત તા:-૦૧/૦૫/૨૦૨૧ના રોજ સાંધી સિમેન્ટ કંપનીના શ્રી એન.બી.ગોહિલસાહેબ અને શ્રી પપુ કુમારસાહેબ સાથે અબડાસા તાલુકામાં ૫૦(પચાસ) બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરવા અબડાસાના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ અપીલ કરી હતી જે સાંધી સિમેન્ટ દ્વારા તુરંત જ ધારાસભ્યશ્રીના આગ્રહને માન આપીને કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સહમતી આપીને સંપૂર્ણ ખર્ચ કંપની દ્વારા કરવામાં આવશે તેમજ પુરેપુરો સહયોગ આપીશું તેવી શ્રી એન.બી.ગોહિલસાહેબ તેમજ શ્રી પપુ કુમારસાહેબ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી તેમજ હાલમાં સાંધી સિમેન્ટમાં બંધ હાલતમાં પડેલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા આગ્રહ કરાતાં કંપનીના અધિકારીઓ દ્વારા પ્લાન્ટ શરૂ કરવા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો,એ દરમિયાન ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા સાથે અબડાસા તાલુકા ભાજપનાં મહામંત્રીશ્રી જયદીપસિંહ જાડેજા તેમજ શ્રી મુળરાજભાઈ ગઢવી હાજર રહ્યા હતા.

Related Articles

Back to top button