गुजरात

અમદાવાદ કોવિડ દર્દીઓ માટે શુરૂ થઈ ઓટો એમ્બ્યુલન્સ, આ રીતે કરો ઓટો બુકિંગ

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના દર્દી માટે ઓટો એમ્બ્યુલન્સ શુરૂ થઈ છે. કોરોના દર્દી ને જો ઘરેથી હોસ્પિટલ  જવું હોય તો તેમને ઓટો સેવા સરળતાથી મળી રહે તે માટે અમદાવાદના યુવાનો એક પ્રયત્ન કર્યો છે. અમદાવાદમાં રિપોર્ટ માટે અથવા એક્સ રે માટે જવા માટે અમદાવાદીઓને પ્રોબ્લેમ થાય છે જેમની માટે અમદાવાદી યુવાનોએ એપ્લિકેશન બનાવી છે. જેના દ્વારા અમદાવાદીઓની સફર શક્ય બની છે.

અમદાવાદના રિચા પાઠક, સુકેતુ મોદી અને વિશાલ. પુરોહિતે  વેબસાઈટ બનાવી જેને નામ આપ્યું just 100. આ વેબ સાઈટ ના માધ્યમ થી કોઈ પણ વ્યક્તિ રિક્ષા બુક કરી શકે છે જે માત્ર કોવિડ દર્દીને સેવા આપે છે. આ અંગે રિચા પાઠકનું કહેવું છે કે કોરોના વાયરસ ના આ સ્ટેઇન આખા પરિવાર ને સંક્રમિત કરે છે જેને કારણે રિપોર્ટ માટે બહાર જવું હોય તો મુશ્કેલી પડે છે આ માટે અમે આ સેવા ચાલુ કરી છે જેથી લોકો રિપોર્ટ કઢાવવા કે હોસ્પિટલ જવા માટે જલ્દી થઈ શકે.

ડ્રાઇવર જીવના જોખમે સફર…
અમદાવાદમાં આવા પોસ્ટર લગાવતી રીક્ષા જો તમને જોવા મળે તો આવા રિક્ષા ડ્રાઇવરને હિંમત આપીને તેમનો જુસ્સો વધારજો. કારણ કે જીવ ના જોખમે ડ્રાઇવર પણ આપી રહ્યા છે અમદાવાદીઓને સેવા જી હા અમદાવાદમાં 1 2 નહિ પરંતુ 6 ડ્રાઇવર જોડાયા છે વી કેર ઓટો સેવામાં, જેઓ ટીમ દ્વારા અપાતી કીટનો ઉપયોગ કરે છે.

Related Articles

Back to top button