गुजरात

સુરત: સતત ચિતાઓ બળી રહી છે ત્યારે દારૂની બોટલો સાથે જન્મદિવસની ઊજવણી કરનારા યુવક સામે રોષ

સુરત: હાલ કોરોના મહામારી ચાલી રહી છે. લોકોનાં સતત થઈ રહેલા મોત વચ્ચે શહેરમાં શોકનો માહોલ છે. આ સમયે સુરતના એક યુવાને આવી કપરી પરિસ્થિતિમાં પોતાના મિત્રો સાથે ફાર્મહાઉસ ભાડે રાખીને જન્મ દિવસની ફટાકડા ફોડી ઉજાણી કરતા વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. શહેરમાં એક તરફ સતત ચિતાઓ બળી રહી છે ત્યારે આ પ્રકારનો વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરી છે તે પણ જોવું રહ્યું. વાયરલ થયેલા વીડિયોમાં દારૂની બોટલો પણ જોવા મળે છે.

સુરતમાં કોરોનાને લઇને હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે, બેડ નથી મળી રહ્યા. લોકો ઇન્જેક્શનો માટે લાઇનો લગાવે છે. શહેરમાં કોરોનાથી સતત મોત થઈ રહ્યા છે. અનેક પરિવારમાં શોકનો માહોલ છે. દર્દીઓના જીવ બચાવવા માટે ઑક્સિજન પણ નથી મળી રહ્યો. આવા કપરા સમયે લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે.

Related Articles

Back to top button