ભુજ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત તથા ઠગાઈનાં ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડતી પાડતી પેરોલ ફર્લો સ્કોડ , પશ્ચિમ કચ્છ ભુજ
ભુજ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ દ્વારા રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અનન્ચે એલ.સી.બી પશ્ચીમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ , ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા . આજરોજ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે , ભુજ સીટી એ ડિવિઝન પો.સ્ટે . ફ.ગુ.નં ૧૨૦/૨૦૧૮ ઇપીકો કલમ -૪૦૬,૪૨૦,૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુના કામે છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી સ્વરાજ લબ્ધીકુમાર મોમાયા ઉ.વ .૩૭ રહેમુળ.પ્લોટ નં .૯૬ વોર્ડ નં ( બી – ડી ) , નીલગગન એપાર્ટમેંટ બીજો માળ , ગાંધીધામ હાલે જુદાલ ત્રાગડ રોડ ચાંદખેડા બી -૨૦૩ પર્લ ૧૦૦ સાનિધ્ય એપાર્ટમેંટની બાજુમા ચાંદખેડા અમદાવાદ વાળો હાલે ચાંદખેડા અમદાવાદ મળે તેના ઘરે હાજર છે.તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને ઉપરોક્ત ગુના બાબતે અમદાવાદ થી ભુજ પેરોલ ફર્લો સ્કોડની કચેરીએ લાવી પુછપરછ કરતા પોતે આ ગુનામાં નાસતો – ફરતો હોય સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ – ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે . ઉપરોકત કામગીરીમાં એલ.સી.બી પશ્ચીમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ.ઇન્સ એચ.એમ.ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ હરીલાલ રામજી બારોટ તથા પો.હેડ કોન્સ . ધર્મેન્દ્ર રાવલ તથા દિનેશભાઇ ગઢવી , રઘુવિરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા .