ગુજરાતના પ્રથમ ન્યૂરો સર્જન જેમણ મગજના રોગો માટેની નવી ટેકનોલોજીમાં મેળવી નિપુણતા

અમદાવાદ: ઝાયડસ હોસ્પિટલના ડો. શાહ ગુજરાતના પ્રથમ ન્યૂરો સર્જન છે કે, જેમણે જાપાનમાં ટોકિયો ખાતે મગજના રોગોની સારવાર માટે તમામ આધુનિક ટેકનોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરતી તાલિમ મેળવી છે. અમદાવાદના એન્ડોવાસ્ક્યુલર ન્યૂરો સર્જન ડો. કલ્પેશ શાહે તેમની સિધ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. તે એક એવા માત્ર વ્યક્તિગત ઓપરેટર છે કે, જેમણે બ્રેઈન એન્યુરિઝમ માટે સૌથી વધુ ફ્લો ડાયવર્ઝન સ્ટેન્ટીંગ કર્યા છે. આથી તે ગુજરાતમાં આધુનિક બ્રેઈન સર્જરીની ટેકનોલોજી સુસ્થાપિત કરવામાં પાયોનિયર ગણાય છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં ડો. શાહે ન્યૂરો ઈન્વર્ટર પ્રોસીજર્સ મારફતે 1500થી વધુ દર્દીઓની સારવાર કરીને સાજા કર્યા છે. આમાંની અત્યંત આધુનિક પધ્ધતિમાં ચામડીમાં નાનો છેદ કરીને તેમાં કેથેટર દાખલ કરીને લોહીની નલિકાઓ મારફતે મગજ અને કરોડરજ્જુના પ્રોબ્લેમ એરિયામાં પહોંચવાનો પ્રયાસ કર્યો છે.