गुजरात

કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉપાય માટે અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામમાં સૂંઠનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેડોઈ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉપાય અંજાર તાલુકાના મોટી ખેડોઈ ગામમાં સૂંઠનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચમચી સૂંઠનો પાવડર પ્રાણઘાતક કોરોના થી વ્યક્તિનુ રક્ષણ કરી શકે છે. આયુર્વેદમાં સૂઠનુ વધારે મહત્વ બતાવ્યું છે.થોડા સમય પહેલા માધાપરમાં પંદરસો વ્યક્તિ પર સૂંઠ નો પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમાં ખૂબ જ સારું પરિણામ મળ્યું હતું.રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પણ 2000 વ્યક્તિને પણ સૂંઠ નો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાંથી પ્રેરણા લઈ ખેડોઈ ગામે સરપંચશ્રી બાપાલાલસિંહ તેમજ પંચાયતના સભ્યો ના સહયોગથી ખેડોઈ ગામમાં સૂંઠનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિતુભા મોડજીભા એ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જગ્યા નથી,ઇન્જેક્શન મળતા નથી, કોરોના ચેક કરવાની કીટ ની અછત છે ત્યારે સૂંઠ ખૂબ જ ઉપયોગી થશે. દિગુભા સજુભા ટિલાટે કહ્યું હતું કે લોકોએ કામ વગર બહાર ના નીકળવું જોઈએ.સરપંચ શ્રી એ લોકોને માસ્ક ફરજિયાત પહેરવા અને સોશિયલ distance જાળવવા વિનંતી કરી હતી. જિતુભા મોડજીભા એ સરપંચ શ્રી તેમજ સમગ્ર ગામ પંચાયત, ઓમદેવસિહ જીતુભા, અને મદદરૂપ થનાર તમામ બહેનો નો આભાર માન્યો હતો. અને લોકોને દવા ની સાથે સૂંઠ તેમજ ગળોના ઉકાળા લેવા વિનંતી કરી હતી.

Related Articles

Back to top button