અમદાવાદ: હવે GMDC ગ્રાઉન્ડ ખાતે ગાડીમાં બેઠા બેઠા જ થશે RT PCR ટેસ્ટ, જાણી લો તમામ સુવિધા
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે ત્યારે અમદાવાદના શહેરનાં લોકોમાં કોરોના વાયરસ દ્રારા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્રારા જરુરી પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગ રુપે કોરોના સંક્રમણને અટકાવવા માટે ઘનિષ્ટ ટેસ્ટીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. જેના ભાગ રુપે અમદાવાદ શહેરનાં તમામ સાતેય ઝોનમાં વિવિધ જગ્યાઓએ અગ્રેસિવ ટેસ્ટીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. કોરોના મહામારીના આ કપરા કાળમાં અમદાવાદ મહાનગર પાલિકા અને સુપ્રાટેક લેબોરેટીઝના સંયુક્ત ઉપક્રમે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના ધોરણે કોરોનાના ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર પરિક્ષણ માટેની નવીન પહેલ કરવામાં આવી છે. આજે અમદાવાદ શહેરનાં જીએમડીસી મેદાન પર તારીખ 14 ફેબ્રુઆરી સવારે 8 કલાકે શરુ કરવામાં આવશે. તેમ જ ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર પરિક્ષણ અંગેની સમગ્ર વયવસ્થાનું સંચાલન સુપ્રાટેક દ્રારા કરવામાં આવશે.
કેવી રીતે સુવિધા મળશે
1) ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર પરિક્ષણ માટે મુસાફરો અને ડ્રાઈવર તેમનાં વાહનોમાંથી બહાર નીકળ્યા વિના ઝડપી અને અનુકુળ રીતે સમગ્ર આરટીપીસીઆર પરિક્ષણ પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે.
2) આ અનોખી પહેલથી ઝડપી સેવા અને સગવડ મેળવનારા શારીરીક રીતે વિકલાંગ, વૃદ્ધ અને માંદા દર્દીઓ જેઓ ઝડપી સેવા અને સગવડ ઈચ્છે છે તેઓએ લેબોરેટરીની લાઈનમાં રાહ જોયા વિના ઝડપથી ટેસ્ટના નમુના આપી શકશે.જેનાંથી લેબોરેટરીમાં એ સિમ્પ્ટોમેટિક દર્દીઓ દ્રારા ચેપ ફેલાતો પણ અટાકવવામાં આવશે.
3) આ સેવાનો ઉપયોગ કરવા માટે ડ્રાઈવ થ્રુની એન્ટ્રી વખતે લોકો તેમનાં મોબાઈલ ફોન દ્રારા ક્યુઆર કોડ સ્કેન કરીને નોંધણી કરી શકશે એક વાર તમારી નોંધણી થઈ જાય એટલે તેનાં ટોકન જનરેટ થશે જે કલેક્શન સેન્ટર ખાતે બતાવાવનો રહેશે.
4) ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર પરિક્ષણ અંગેના નાણાંની ચુકવણી ઓનલાઈન અને રોકડથી સ્થળ પર જ કરી શકાશે.
5) જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટીંગ માટે 5 કલેક્શન સ્ટેશનો તૈયર કરવામાં આવ્યા છે. જયાં લોકો તેઓનાં આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલ તેઓની કારમાં બેઠાં બેઠાં જ આરામથી મિનિટોમાં આપી શકશે.
6) ટેસ્ટ અંગેનો રિપોર્ટ 24થી 36 કલાકમાં વોટ્સએપ, એસએમએસ અથવા ઈમેઈલ દ્રારા સરળતાથી મેળવી શકાય છે. ટેસ્ટ માટે આવતાં વ્યક્તિઓ માટે અગાઉથી એપાઈમેન્ટ લેવી આવશ્યક નથી. ડ્રાઈવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટનો લાભ લેવા પ્રાઈવેટ કેબ દ્રારા પણ આવી શકાય છે.