જૂનાગઢ મહામંડલેશ્વર શ્રી 1008 પૂજ્ય શ્રી ભારતી બાપુ ગઈકાલે મોડીરાત્રીના રોજ થયા બ્રહ્મલીન
Anil Makwana

જીએનએ જૂનાગઢ
◆ સમગ્ર ભારતના ઘેરો શોક છવાયો છે
◆ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આત્મીય સંબંધ ધરાવનાર ભારતી બાપુ ની મોટી ખોટ સમાજને પડશે
◆ રવિવારે સવારે 8:30 થી 9:30 સુધી અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે
◆ બાદ જુનાગઢ ભારતી આશ્રમ ભવનાથ ખાતે સમાધિ આપવામાં આવશે અને દર્શન માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે
સરખેજ ભારતી આશ્રમ તેમજ જુનાગઢ ભવનાથ ભારતી આશ્રમ મહામંડલેશ્વર શ્રી 1008 પૂજ્ય શ્રી ભારતીબાપુ ગઈકાલ મોડી રાત્રીના 2: 30 કલાકે બ્રહ્મલીન થયા છે. જે અંગે પૂજ્ય શ્રી ઋષિ ભારતીજી મહારાજ એ ઘેરા દુ ખ સાથે જણાવેલ કે પૂજ્ય પાદ 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ 2:30 કલાકે બ્રહ્મલીન થયા છે તો પૂજ્ય બાપુ ના દર્શન 8:30 કલાક થી 9:30 સુધી સરખેજ આશ્રમ ખાતે થશે..ત્યાર બાદ સમાધિ સ્થાન જૂનાગઢ ખાતે લઇ જવાશે…
શ્રી મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ ખુબ જ તેમનામાં હતું અને ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા અને દરેક સમસ્યાનું સમાધાન ભારતીબાપુ કરી આપતા હતા. પરંતુ છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવા ની રવેડી માં દર્શન આપ્યા હતા બંધ તેમનો જન્મદિવસ સરખેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો. આજે પૂજ્ય શ્રી મહામંડલેશ્વર ભારતી બાપુ આપણી વચ્ચે રહ્યા નથી જેનો સૌથી મોટી ખોટ સમાજની પડશે