વાંસદા હનુમાનબારી અને રાણીફળિયા માં રવિવારથી સ્વૈચ્છિક લોકડાઉન અમલી બજારો બંધ રહેશે.
Anil Makwana

વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને ખુદ શાસક પક્ષના નેતા સિવેન્દ્ર સિંહ સોલંકીએ સંબંધિત તંત્ર લેખિત રજુઆત કરીને હાલની પરિસ્થિતિ ની સમીક્ષા કરી મહત્વનો નિર્ણય લીધો છે રવિવાર સવારથી જ દુકાનદારો પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે. જેમાં રાણીફળિયા હનુમાનબારી વાંસદા મુખ્ય નગર વિસ્તારોમાં ભારે ચહેલ પહેલ જોવા મળતા એવા તમામ વિસ્તારોમાં રવિવારે બજાર લાઈન, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં મોટાભાગની દુકાનો બંધ રાખવાનો નિર્ણય.વાંસદા તાલુકામાં રોજે-રોજ વધતા જતા કોરોના કેસના ઢગલા વચ્ચે બિહામણા આંકડાઓ સામે આવતા જ વાંસદા શહેરમાં મોટાભાગના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય સાથે રવિવારથી તા-૧૧-૦૪-૨૧ રવિવારના રોજથી તો ૧૨-૦૪-૨૧ના રોજ સુધી સોમવારે (અમાસ) બે દિવસ બંધ રાખવાનો નિર્ણય સાથે વેપાર ધંધાના સમયમાં ફેરફા૨ કરાયો સાથે આગામી તા.૧૩-૦૪-૨૧-થી ૧૦ દિવસ માટે એટલે કે તા.૨૩-૦૪-૨૧ સુધી વેપારનો સમય સવારના ૮-૦૦ થી- સાંજે ૪-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો ત્યારે હાલની સ્થિતિ જોતા લોકો પણ સમજુ બની કામ વગર ઘર બહાર નહિ નીકળવાની અપીલ કરાઈ છે