गुजरात

અમદાવાદ શહેરમાં નવા ટેરર મોડ્યુલનો થયો પર્દાફાશ. કાલુપુર રેવડી બજારમાં લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયાનું આવ્યું સામે.

Anil Makwana

અમદાવાદ

GNA-અમદાવાદ

ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લું પાડી દીધું છે. જેમાં ISIના ઈશારે આતંકનું નવુ મોડ્યૂલ ઉભું કરાયું હતું. તેમનો ઉદેશ્ય આંતક ફેલાવવાનો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલ આરોપી માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાડી હતી. આગ લગાડવા માટે દોઢ લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતો ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણ ફેસબુકથી બાબા પઠાણ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તેની તપાસ કરતા પાકિસ્તાનના કરાચીનું આઈપી એડ્રેસ મળ્યું હતું. આરોપી યુક્રેન, આફ્રિકાના નંબર વાપરતા હતા. જાન્યુઆરી 2020થી આ ષડયંત્ર ચાલતું હતું.

બાબા પઢાણે પ્રવિણને પહેલા તો હત્યા કરવા માટે ઉપસાવેલો. બાબાએ કહ્યું હતું કે, પોતાના વિસ્તારમાં તું કોઇની હત્યા કરી નાંખ. તે માટે પહેલા પ્રવિણ મધ્યપ્રદેશ ગયો અને હથિયાર લઇને ત્યાંથી પરત આવતો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો. તેની પર આર્મ્સ એક્ટનો કેસ દાખલ થયો હતો. તે પછી બાબએ ફરીથી પ્રવિણને કહ્યું કે, તું બીજું કામ કર, ભીડવાળી જગ્યા પર આગ અકસ્માતનું કામ કર. તે અનુસંધાને તેણે અમદાવાદના રેવડી બજારમાં આગ લગાવી હતી. પ્રવિણને બાબાએ પહેલા હથિયાર ખરીદવા માટે 25 હજાર રૂપિયા પેટીએમના માધ્યમથી મોકલાવેલા. ત્યારબાદ તેને આગચંપી કરવા માટે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રુપિયા તેને આંગડિયાથી મુંબઇ- દુબઇથી મોકલાયાનું તપાસમાં સામે આવ્યું છે.
તપાસમાં સામે આવ્યું કે, આઈએસઆઈના ઇશારે આ નવું મોડ્યુલ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના ક્રમીનલ્સનો ઉપયોગ કરીને દેશને આર્થિક નુકસાની થાય, આતંરિક સુરક્ષા જોખમાય તેવા કૃત્યો કરવા માટે આવા લોકોની ઉશ્કેરણી કરવામાં આવી હતી. તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં બે આરોપીઓ ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ અને અન્ય વ્યક્તિને હાલ કોરોના છે તેની અટકાયત કરવામાં આવી છે.

Related Articles

Back to top button