વરસાણાની સુમિલોન કંપનીની બેદરકારી થી પરપ્રાંતીય શ્રમિક નું મોત
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ભચાઉ – ગાંધીધામ વચ્ચે આવેલી સુમિલોન કંપની જે GPCB ના નિયમો નો છડેચોક ભંગ કરી રહી છે . તાજેતરમાં ગણેશ હિરલાલ નામના કામદારનું કંપનીમાં મૃત્યુ થયેલ કંપની સતત બેદરકારી અને તંત્રના નિયમોને અનદેખી કરી રહી છે . શરૂઆતમાં લેખિતમાં બાંહેધરી અપાય છે પરંતુ ધીરેધીરે સંપૂર્ણ તાનાશાહી ઢબે કંપની પોતાનું ધાર્યું જ કરે છે . કંપની દ્વારા હવા અને જળ પ્રદૂષણ ની પણ ફરિયાદો છે . કંપની સ્થાનિકોને રોજગાર આપવામાં પણ નિષ્ફળ રહી છે . વાતાવરણને હરિયાળું બનાવવા ખાસ કોઈ જ જાતના પગલાં ભરવામાં આવેલ નથી . સી.એસ.આર. ફંડનો ઉપયોગ પણ સ્થાનિકે પછાત લોકોના કલ્યાણ માટે થયેલ નથી . જેથી આ કંપની ઉપર પોલીસ ફરિયાદ થાય અને મૃતકના પરિવારને ૫૦ લાખ જેવું વળતર કંપની દ્વારા ચૂકવાય તેમજ પ્રદૂષણ અને સ્થાનિક રોજગારી બાબતે કંપની ઉપર સત્તાધારી રાજકીય આગેવાનોની શેહ શરમ માં આવ્યા વગર કડક હાથે કાર્યવાહી કરવા મનજી ભાઈ રાઠોડ દ્વારા માગણી કરવામાં આવી