गुजरात

શક પડતા મુદામાલ તરીકે ગેયર વાળી સાઇકલો પકડી પાડતી અંજાર પોલીસ

અંજાર

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

શક પડતા મુદામાલ તરીકે ગેયર વાળી સાઇકલો પકડી પાડતી અંજાર પોલીસ

સરહદી રેનુ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ

ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કરછ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી

ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે ચોરીના ગુના શોધી કાઢવા સૂચના હોઇ જેથી

અંજાર પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એન રાણા સાનાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમાં

પટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે વિજયનગર જૂની કોર્ટ પાછળ મજિદ પાસે રહેતો રમઝાન

ઇબ્રાહિમ વીરા ના છોકરા પાસે ચોરીની સાયકલ છે અને હાલે તેનો એક છોકરો તે સાઇકલ લઇ મસ્જિદ જોડે ઉભેલ

હોવાની હકીકત આધારે ત્યા જઇ ચેક કરતા તે એક છોકરો લીલા કલરની સાયકલ લઇ ઉભેલ જોવામાં આવેલ જેને ઉભો

રાખી ચેક કરતા તે તેણે સંતોષકારક જવાબ આપેલ નહિ જેથી તેને સાથે લઇ તેના ધરે ચેક કરતા તેના ઘરની પાછળ આવેલ

બાવળોમાથી અન્ય ચાર સાઇકલો મળી આવેલ તેમજ આ કામે સાઇકલો નીચેની વિગતે સી.આર.પી.સી. કલમ-૧૦૨

મુજબ કબજે કરેલ છે અને બાળકોને અત્રેના પોલીસ સ્ટેશન લાવી પૂછ પરછ કરી તેઓને તેના વાલીને સુપરત કરેલ અને

આ સાઇકલ માલિકોનો સંપર્ક કરી ફરીયાદ લેવા સારૂ કાર્યવાહિ કરવામાં આવેલ છે.

કજે કશ્ય મુદ્દામાલ :

ગેયર વાળી સાયકલો નંગ-૫

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ

સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

Related Articles

Back to top button