गुजरात
વડોદરામાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, રિએક્ટર ફાટવાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો

વડોદરા: વડોદરાના સાવલીમાં ગોઠડા ગામે ખાતે આવેલી શિવમ પેટ્રો કેમિકલ્સ માં ભીષણ આગ લાગી છે. આગને પગલે કંપનીમાં કામ કરતા પાંચ જેટલા કર્મચારીએ દાઝી ગયા છે. આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેટ ની ચારથી વધારે ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સાવલી ખાતે શિવમ પેટ્રો કેમિકલ્સ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આગને પગલે કંપનીના કેટલાક કર્મચારીઓ દાઝી ગયા છે.
આગ બાદ પાંચ જેટલા કર્મચારીઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજા તરફ આગને પગલે કંપનીમાં ખૂબ મોટું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.