गुजरात

અમદાવાદમાં કોરોનાએ ચિંતા વધારી: રાત્રિ કર્ફ્યૂ હટશે કે નવા નિયમો આવશે?

અમદાવાદ: રાજ્યમાં લગ્નની સિઝન અને ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસ ઉત્તરોત્તર વધી રહ્યા છે. રાજ્યના અમદાવાદ અને સુરતમાં માંડ માંડ સ્થિતિ સામાન્ય થઈ હતી ત્યારે આ બે શહેરમાં કોરોનાએ ફરીથી ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન આજે નાઇટ કર્ફ્યૂનો અંતિમ દિવસ છે. કાલથી નાઇટ કર્ફ્યૂ હટી જશે કે નવા નિયમો લાદવામાં આવશે તે અંગે આજે ગમે ત્યારે નવી જાહેરાત કરવામાં આવી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોનાની નવી લહેરને કારણે ચિંતા વધી છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વિવિધ બજારો, મોલ્સ, હોટેલ્સને બંધ કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નાઇટ કર્ફ્યૂનો અમલ ચાલી રહ્યો છે.

અમદાવાદમાં કેસમાં સતત વધારો:

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની નવી લહેર જોવા મળી છે. શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવા ત્રણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ 48 માઇક્રો કન્ટેનમેન્ટ જોન થયા છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો હાલ કોરોના વાયરસના કુલ 518 સક્રિય કેસ નોંધાયેલા છે. શહેરમાં અત્યારસુધી કુલ 60,383 કેસ નોંધાયા છે, જ્યારે 2,266 લોકોનાં મોત થયા છે.

Related Articles

Back to top button