વિશ્વ મહીલા દિવસ નિમિત્તે નારી અદાલત ગઢડા ની કામગીરી ને જીવદયા ગૃપ ગઢડા દ્વારા બિરદાવવા મા આવેલ.
Anil Makwana
ગઢડા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા સંચાલિત નારી અદાલત બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકામાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રી લીલાબેન અંકોલીયા, ગુજરાત રાજ્ય સચિવ વિણાબેન પટેલ ,નારી અદાલતના રાજ્ય કોઓર્ડીનેટર સોનલબેન ગઢવીના સતત માર્ગદર્શન હેઠળ ,તેમજ જિલ્લા કોઓર્ડીનેટર ચાંવ ઋતુંભરાબેનની દેખરેખ હેઠળ ચાલી રહેલ નારી અદાલત ગઢડા તાલુકા કોઓર્ડીનેટર સોલંકી ભૂમિકાબેન દ્વારા કરવામાં આવેલ કામગીરી ને વિશ્વ મહીલા દિવસ નિમિત્તે બિરદાવવા મા આવેલ.
જેમા નારી અદાલત ગઢડા તાલુકા કોઓર્ડીનેટર દ્વારા બહેનોને મદદ કરી યોગ્ય સહાય, નારી ને મોટીવેશન, મહામારી કપરા સમય મા મફત માસ્ક વિતરણ, રસોઈસેવા,અબોલ પશુસેવા, અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે લ. જેમા આજ રોજ વિશ્વ મહીલા દિવસ નિમિત્તે નારી અદાલત ગઢડા તાલુકા કોઓર્ડીનેટર સોલંકી ભૂમિકા બેન ને ઘડીયાળ આપી નારી નું સન્માન કરી જીવદયા ગૃપ ગઢડા દ્વારા નારી અદાલત ગઢડા ની કામગીરી ને બિરદાવી સમાજમાં ઉત્તમ મહીલા નુ ઉદાહરણ પુરું પાડી વિશ્વ મહીલા દિવસ ની શુભેચ્છા પાઠવી અભિનંદન આપવામાં આવેલ.