રાજકોટ થી ગૂમ થયેલ માનસીક રોગથી પીડિત બહેનને પરિવાર સાથે મિલાપ કરાવતી વારસીયા “શી” ટીમ
Anil Makwana

રાજકોટ
રિપોર્ટર – જાકિર મીર
વડોદરા શહેર પૉલીસ કમિશ્નરશ્રી ડો. સમશેરસિંઘ સાહેબ તથા J.C.P.શ્રી ચિરાગ કોરડીયા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ D.C.P. ZONE-04 શ્રી એલ.એ ઝાલા સાહેબ, A.C.P. “G” DIV. શ્રી પી.આર રાઠોડ સાહેબ તથા અમો પોલીસ ઇન્સપેક્ટર કે.એન.લાઠીયાના માર્ગદર્શન હેઠળ “શી-ટીમ” જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મહીલા વિરુધ્ધી ગુનાઓ અટકાવવા તથા સિનિયર સિટીઝનને સમય સર મદદ પહોચી રહે તે માટે કાર્યરત કરેલ હોઈ, જે ગઈ તા.02.03.2021 ના રોજ wpc. પીનલબેન મથુરભાઈ તથા wpc. મનીષાબેન લલ્લુભાઇ નાઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમા હતા તે દરમ્યાન કલાક.૨૧/૫૦ વાગ્યે ધોબી તળાવ પાસે આવતા એક બહેન ગુમસુમ બેઠેલ હતા જેઓની પૂછપરછ કરતા પોતાનું નામઠામ જણાવતા ન હોય તથા ખુબજ ગભરાયેલ જણાય આવતા જેથી તેમને પોલીસ સ્ટેશન લાવી અમોને રૂબરૂ મળાવતા યુકતી પ્રયુકતી થી પૂછપરછ કરતા તેઓના પર્સમાંથી એક મોબાઈલ નંબર મળતા જે તેઓના પતિ મહેન્દ્રભાઈ નો હોવાનું જાણવા મળેલ જેથી તેઓના મોબાઈલ ફોન પર સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે આપ ને મળી આવેલ બહેન મારી ધર્મપત્ની અર્ચનાબેન છે. જેની માનસિક પરિસ્થિતિ મારો મોટો દીકરો રાહુલ જે MBBS મા અભ્યાસ કરતો હોય જેની “ફી” ખુબજ વધારે હોય અને મારી પરીસ્થિતિ સારી ન હોવાથી મારી પત્ની તણાવમા આવી જતા ઘરના સભ્યોને જાણ કર્યા વગર અમારા ઘરેથી નીકળી ગયેલ હતા. જેની અમો ખૂબ શોધખોળ કરી પદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે જાણ કરેલ હતી અને આપ સાહેબ દ્રારા જાણ થતા હું તાત્કાલિક વડોદરા ખાતે આવવા માટે નિકળુ છું. જેથી સદર બહેનને રાત્રિ રોકાણ તથા જમવાની સુવિધા પૂરી પાડી “શી”ટીમ ને તેઓની સાથે રાખેલ. આજ રોજ તેઓના પતિ મહેન્દ્રભાઈ લક્ષ્મણદાસ તલરેજા રહે.3/8 ગાયકવાડી પ્લોટ ફલેટ નં. 203 ગીતા સુપર માર્કેટ સામે રાજકોટ શહેર નાઓ વારસીયા પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની માનસિક બીમાર પત્નીને હેમખેમ જોતા ખૂબ લાગણી સભર થઈ ભેટી પડી વારસીયા પોલીસ સ્ટેશનની “શી”ટીમ તેમજ સમગ્ર સ્ટાફનો ખુબજ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી પોતીની પત્ની અર્ચનાબેનને લઇ રાજકોટ ખાતે જવા રવાના થયેલ છે.