गुजरात

બોટાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવ્યો નવો વળાંક, નગરપાલિકા માટે જીત નું બ્રહ્માસ્ત્ર સતવારા સમાજના અગ્રણી મહાસુખભાઈનું રાજીનામું…

Anil Makwana

બોટાદ

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

પહેલા કોંગ્રેસના જિલ્લા પંચાયતના 18 ઉમેદવારો રદ કરતા દડો ભાજપ તરફ ફેંકાયો હતો, પરંતુ ભાજપમાંથી સતવારા સમાજના અગ્રણીએ ભાજપને રાજીનામુ ધરી દેતા ભાજપની જીત પર લટકતી તલવાર. બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોટાદ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને સતવારા સમાજના આગેવાન મહાસુખભાઈ કણઝારીયાએ ભાજપ પક્ષમાંથી રાજીનામુ ધરીદેતા ભાજપના ફિક્સ અંદાજિત હજારો મતો નું રૂપાંતરણ થઇ શકે છે, અને જો આ મતો ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો ભાજપને બોટાદ નગરપાલિકામાં ભયંકર હારનો સામનો કરવો પડે છે. તે નિશ્ચિત છે, ટિકિટ વેચણી માં રાગદ્વેષ રાખી, દબાણ વશ વેતરવાના કારણે ભાજપ માં ભડકો થયો છે. અંગત કારણોસર રાજીનામું આપવાનું કહેતા મનસુખ ભાઈ કણજારીયા સાથે મોટી સંખ્યામાં રાજીનામાં પડે તો નવાઈ નહીં. ત્યારે આ અસંતોષ ભાજપની નૈયાને ડુબાડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.!

Related Articles

Back to top button