गुजरात
‘હું હોમગાર્ડ છું, ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે’ અમદાવાદનાં લારીવાળાએ નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદ : રાજ્ય અને શહેરમાં પોલીસ બનીને દુકાનો પર તોડબાજીનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. જેમાં અનેક લોકો આ લોકોની વાતોમાં આવીને તેમનાથી ડરીને રૂપિયા આપી દે છે. ત્યારે શહેરના જમાલપુર વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ પોતાને પોલીસ કહીને લારીગલ્લાવાળા પાસેથી રૂપિયા ઉધરાવે છે. આ અંગે એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રુપિયા ઉધરાવતો વીડિયો વાયરલ
ખમાસા વિસ્તારમાં રહેતા બસિર ખાન ચૌહાણે પોલીસ ફરિયાદ આપી છે કે, 1 લી ફેબ્રુઆરીએ રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ તેઓ તેમની લારી પર હજાર હતા ત્યારે એક ઈસમ ત્યાં આવ્યો હતો. કહ્યું હતું કે, હું ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હોમ ગાર્ડ તરીકે નોકરી કરું છું. જો તમારે ધંધો કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે.