गुजरात

અમદાવાદના કાલુપરમાંથી ઝડપાયો બનાવટી સ્ટીકર સાથે ડુપ્લીકેટ બીડીનો લાખોનો જથ્થો, બે લોકોની ધરપકડ

અમદાવાદ: શહેરમાં તંબાકુ માફિયાઓનો આતંક જાણે કે, વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. બાપુનગર પોલીસે નકલી ગુટખાનો જથ્થો પકડ્યો હતો ત્યારે હવે કાલુપુરમાંથી હલકી ગુણવત્તા વાળી ડુપ્લીકેટ બીડીનો 4.51 લાખનો જથ્થો પકડાયો છે. પોતાની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે ગુટખા તંબાકુ માફિયાઓ આડેધડ ડુપ્લીકેટ તંબાકુની સામગ્રીનો વેચાણ કરી રહ્યા હોવાની વાતને નકારી શકાય નહીં. લોકોના જીવનની સાથે ચેડા કરીને પોતાનું ઘર ભરનાર લોકો સામે હવે કાર્યવાહી પણ કરાઈ રહી છે.

ભાવનગરમાં રહેતા રફીકભાઈ લાખાણી ચારભાઈ બીડી કંપનીમાં રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરે છે. તેઓને કાલુપુર પોલીસ તરફથી જાણ કરવામાં આવી હતી કે, બે લોકોને ચારબાઈ, ટેલિફોન, સંભાજી બીડી તથા અન્ય લુઝ પેકેટ સાથે પકડ્યા છે. ઝુબેર કુરેશી અને આદિલ અન્સારી નામના બે શખશો બનાવટી સ્ટીકર અને બીડી બનાવવાના સાધનો સાથે પકડાયા હતા. જેથી તેઓ અમદાવાદ આવ્યા અને કાલુપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

Related Articles

Back to top button
preload imagepreload image