गुजरात

અમદાવાદ: ‘તમે ખોટા પૈસા ઉઘરાવો છો’- માસ્ક ન પહેરનાર પાંચ લોકોની પોલીસ સાથે બબાલ

અમદાવાદ: છેલ્લા એક માસમાં માસ્ક બાબતે પોલીસ ડ્રાઈવ દરમિયાન ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. લોકો રસી  આવતા જ કોરોનાની ગંભીરતા ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન પોલીસ સાથેનો ઘર્ષણનો વધુ એક બનાવ બનતા કાર્યવાહી થઈ છે. પાંચ લોકો એકઠા થયા હતા તેમાંથી ત્રણ લોકોએ માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેમને દંડ (fine) ભરવા કહ્યું હતું. જોકે, સામો પક્ષ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો અને કહ્યુ હતુ કે, ‘તમે ખોટા પૈસા ઉઘરાવો છો. દંડ નહીં ભરીએ, થાય તે કરી લો.’ નવાઈની વાત તો એ છે કે પોલીસની પૂરતી ટીમ હોવા છતાંય પાંચમાંથી બે લોકો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઘનશ્યામભાઈ તેમની ટીમના સભ્યો સાથે આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. ત્યારે સીજી રોડ પરના મ્યુનિસિપલ માર્કેટ પાસે કેટલાક લોકો ટોળે વળેલા હતા. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારે પાંચમાંથી ત્રણેક લોકોએ માસ્ક ન પહેર્યું હોવાથી તેઓને દંડ ભરવા જણાવ્યું હતું. જોકે, તેમાંથી કેટલાક લોકોએ માસ્કના દંડ બાબતે પોલીસ સાથે બબાલ કરી હતી. યુવકોએ પોલીસને જણાવ્યું હતું કે ‘તમે લોકો ખોટા પૈસા ઉઘરાવો છો, અમે દંડ નહીં ભરીએ. થાય તે કરી લો.’ જે બાદમાં પોલીસે દંડ નહીં ભરો તો પોલીસ સ્ટેશન આવવું પડશે તેવી વાત કરી હતી.

Related Articles

Back to top button