गुजरात

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા રાણપુર તાલુકામા 30 વર્ષથી અસામાજિક તત્ત્વો જોડે થી જમીન નો કબ્જો દૂર કરાયો

Anil Makwana

રાણપુર

રીપોર્ટ – રાઠોડ પ્રકાશ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની પ્રેરણા થી ને આજરોજ 23/1/ 2021 રાણપુર તાલુકાના અલમપર ગામ ના જેઠાભાઇ પુનાભાઈ લવજીભાઈ લાલજીભાઈ મુકેશભાઈ કાનજીભાઈ અને કુબેરભાઈ જીવા ભાઈ ની 33 વીઘા જમીન જેના પર 30 વર્ષથી અસામાજિક તત્વોનો કબજો હતો તેને દૂર કરાવી આજરોજ પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવેલ છે જેમાં રાણપુર તાલુકાના મામલતદાર તેમજ પોલીસ પ્રશાસન સાથે રહી અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે ખૂબ જ સહકાર આપ્યો સમગ્ર બોટાદ જીલ્લો તેમજ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ જમીન અભિયાન મફત પ્લોટ અભિયાન સ્મશાન અભિયાન અને મનરેગા યોજના અંતર્ગત જે સફળતા મેળવી રહી છે જે ધન્યવાદને પાત્ર છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડા, અશ્વિનભાઈ પરમાર, રાજકોટ થી મગનભાઈ ચાવડા મહામંત્રી ડુંગરભાઇ સોલંકી મીડિયા સેલ જગદીશ મારું, નાથાલાલ મકવાણા, પ્રવીણભાઈ ચાવડા, મુકેશભાઈ રેફડા બિપીનભાઈ ડાભી, દિપકભાઈ ગોહિલ, સંજયભાઈ ગઢીયા, તથા સ્થાનિક આગેવાનોએ હાજરી આપી

Related Articles

Back to top button