गुजरात

વાંસદાના ફૂંકણા સમાજ ભવન હોલમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સીંગ કાર્યક્રમ યોજાયો .

Anil Makwana

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ

વાંસદાના કુંકણા સમાજ ભવન હોલમાં આજ બપોરે-૨-૦૦કલાકે ગુજરાત રાજય સરકાર ના માર્ગ દર્શન હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩-મુજબ ૧૦,લાખ કુટુંબોના ૫૦,
લાખ લાભાર્થી-ઓનો સમાવેશ ગુજરાત રાજયના કુલ ૧૦૧ તાલુકાઓ માં સામુહિક કાર્યક્રમમાં વાંસદા તાલુકા કચેરી દ્વારા કાર્યક્રમ નો શુભારંભ વાંસદા મામલતદાર તૃપ્તિબેન ના સંબોધન થી પ્રારંભ કરાયો હતો જેમાં નવસારી જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ દ્વારા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી. વાંસદા તાલુકા ના અન્ન પુરવઠાને વિભાગના તમામ કર્મચારીઓ અને લાભાર્થીને તથાં મહાનુભાવોની ઉપસ્થિત માં વિવિધ યોજના ને લગતા સરકારની ગાઈડ લાઈન મુજબનું વિડીયો કોન્ફરન્સીંગ લાઈવ પ્રસારણ કાર્યક્રમ સંભળાવ્યું હતું. તથાં ખેરગામ તાલુકા અને વાંસદા તાલુકાનાં કુલ ૪૦૦, લાભાર્થી ઓને હાથો હાથ મહાનુભાવો દ્વારા નવા રેશનકાર્ડનુ વિતરણ કરાયું હતું જેમાં આ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કાર્યક્રમ માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગરીબ લોકો, જરુરીયાતમંદ લોકોને બ્રમભોજન ધરાવનાર પૂણ્ય શાળી કહેવાય. જીવનની આવશ્યકતા મકાન,કામ મળે,કુટુંબનો નિર્વાહ કરે,ગરીબ લોકોને સંતોષવન અનાજ પ્રાપ્ત કરી જમે કોઈ માણસ ભૂખ્યો ન સૂવે બે ટંક નું અનાજ જમાડવાની જવાબદારી સરકાર ની છે.તેમ જણાવેલ આ કાર્યક્રમ માં જિલ્લા નવસારી ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા ઉપ પ્રમુખ વિરલભાઈ વ્યાસ, વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ જે. પટેલ , વાંસદા તાલુકા મામલતદાર શ્રીમતી તૃપ્તિ બેન, વાંસદા પ્રાન્ત અધિકારી સાહેબ આર.સી. પટેલ, વાંસદા અનાજ પુરવઠા અધિકારીઓ, ભારતીય ખાદ્ય નિગમના સભ્ય રાકેશભાઈ શર્મા, સિવેન્દરસિંહ સોલંકી. અશ્ર્વિનભાઇ, વાંસદા સરપંચ શ્રીમતિ હીનાબેન, એડવોકેટ પ્રદુમનસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સોલંકી, તથાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

Related Articles

Back to top button