કચ્છ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કચ્છ જિલ્લાના ભુજ પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઈજનેરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું
Anil Makwana

ભુજ
રિપોર્ટર – કમલેશ નાકરાણી
કચ્છ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કચ્છ જિલ્લાના ભુજ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જોતા કચ્છ જીલ્લાની અંદર મીટર પ્રથા બંધ કરવી જોઈએ અને હોસપાવર જૂની પદ્ધતિ દ્વારા ખેડૂતોને વીજ પુરવઠો આપવો જોઈએ એની અંદર વાત કરતા કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઇ મહાદેવ બરાડયા જણાવ્યું હતું કે ગ્રાહકો કનેક્શન ની અંદર ખેડૂતો માટે મીટર પ્રથામાં યુનિટના 50 પૈસા અને 70 પૈસા ભાવ છે ત્યારે અને જ્યારે બળી જાય છે ત્યારે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી થાય છે મીટર બળ્યા પછી લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ત્યારે ઘણો સમય વીતી જાય છે તે સમયે દરમિયાન ખેડૂતોની વીજ મોટર જે પાતાળ માથે ખૂબ જ ઊંડેથી પાણી ઉમેરે છે તે બંધ રહી જાય છે અને એને મોટરને ઉતારવા કાઢવાનો પણ સમય ઘણો જતો રહે છે આ સમય દરમિયાન ખેડૂત પોતાના ખેતર ની અંદર સિંચાઈ આપવા થી વંચિત રહી જાય છે ત્યારે મોંઘા બીજ ખૂબ જ ખર્ચ કરીને પાક તૈયાર કરેલો છે તે બળી જાય છે એટલે ખેડૂતોને ટૂંકમાં ખૂબ જ મોટું નુકસાન આવે છે ત્યારે મીટર પ્રથા બંધ કરી સદંતર કચ્છ જીલ્લાની અંદર ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને રાખી હોસ પાવર પદ્ધતિ પ્રમાણે એટલે કે જૂની પદ્ધતિ પ્રમાણે બધા જ એજી ગ્રાહકોને હસ પાવર દીઠ વીજળી આપવી જોઈએ ખેડૂતો પોતાના જાત અનુભવના આધારે પીજીવીસીએલ અને ઊર્જા વિભાગના મંત્રીને સલાહ આપી રહ્યા છે કે મીટર પદ્ધતિ પ્રમાણે વીજળી આપવા કરતાં હોસ પાવર દીઠ વીજળી આપવાથી વીજળી સસ્તી પડશે અને આ પદ્ધતિમાં પીજીવીસીએલ ને પણ ફાયદો થશે તો સદંતર કચ્છ જીલ્લાની અંદર બધા જ અરજી ગ્રાહકોને હોસપાવર પ્રમાણે વીજળી આપવી એવી આગ્રહ ભરી વિનંતી ઉર્જા મંત્રીશ્રી અને ખેડૂતો વતી કચ્છ જ ભારતીય કિસાન સંઘ દ્વારા પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરશ્રી ને આવેદન પત્ર દ્વારા અને કલેક્ટર મારફતે ઉર્જા મંત્રી શ્રી ને કરવા માટે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રી શિવજીભાઇ બરાડીયા મહામંત્રી શ્રી વાલજીભાઇ લીંબાણી ઉપપ્રમુખશ્રી ભીમજીભાઇ કેરાસીયા મહિલા આગેવાન રાધાબેન ભુરીયા અને કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ ની કારોબારીના સભ્ય દ્વારા આજરોજ આજરોજ ભુજ કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું