ટપ્પર થી સાપેડા જતી પાણી ની પાઇપ લાઈન માં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગેરરીતિ ની રાવ
અંજાર
રિપોર્ટર – નરસિંહ મેવાડા
અંજાર તાલુકા ના ટપ્પર ગામ થી સાપેડા સુધી પાણી ની પાઇપલાઇન નાખવાનું કામ છેલ્લા અનેક મહિના ઓ થી ટલ્લે ચડ્યો છે. અનેક વિવાદો અને ગ્રામજનો ને વિશ્વાસ માં લીધા વિના કામગીરી કરાઈ હોવાની બાબતે સતાપર મધ્યે પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ /કોન્ટ્રાક્ટર અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ પાઇપલાઇન નાખવાનો કામ બંધ જ થઇ ગયેલ છે.જેથી કામ માં વિલંબ થયો હોવાનું પાણી પુરવઠા બોર્ડ ના અધિકારીઓ જણાવી રહ્યા છે.
અંજાર તાલુકાના સતાપર ના રહેવાસી ભાવેશ આહીર ના જણાવ્યા અનુસાર ટપ્પર થી સાપેડા જતી પાણી ની પાઇપલાઇન નાખવાના કામ માં પાણી પુરવઠા બોર્ડ દ્વારા જ નિયમો ની વિરુદ્ધ માં કામગીરી કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે સતાપર માં જે પાઇપલાઇન નાખવાનો કામ ચાલુ છે તે કામ માટે કોઈ જાહેરનામું જ બહાર પાડવામાં આવેલ નથી. તેમજ આ કામગીરી માટે કોઈ પણ પ્રકાર ની જમીન સંપાદન ની પ્રક્રિયા કરવામાં આવેલ નથી અને તદ્દન ખોટી રીતે માલિકી ની જમીનો માં પાઇપલાઇન નાખવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ આ કામગીરી માટે કોઈ પણ નકશા બનાવવામાં આવેલ નથી, એવું ખુદ પાણી પુરવઠા વિભાગ દ્વારા અરજદાર ભાવેશ આહીર ને લેખિત સ્વરૂપે માહિતી આપવામાં આવેલ છે. ભાવેશ આહિરે જણાવેલ કે ખેડૂતો ને માત્ર પાક વળતર ચુકવવામાં આવેલ છે જે ૨૦૧૧ ની જંત્રી મુજબ હોતા ખેડૂતો સાથે હળાહળ અન્યાય છે.ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચાલતી ગેરરીતિ અને મનસ્વી પણે ચાલતી કામગીરી રોકવા માટે અરજદાર દ્વારા કચ્છ કલેકટર સમક્ષ સી.આર. પી. સી ની કલમ ૧૩૩ તળે કેસ પણ દાખલ કરવામાં આવેલ છે, પરંતુ આ બાબતે પણ કચ્છ કલેકટર દ્વારા પણ કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવેલ નથી. તેમજ પાઇપલાઇન નાખવાની કામગીરી ની મુદ્દત ગત ફેબ્રુઆરી-૨૦૨૦ માં પૂર્ણ થઈ ગયેલ હોવા છતાંય પાણી પુરવઠા બોર્ડે જ માહિતી ના પ્રત્યુત્તર માં લેખિત માં જણાવેલ છે કે કોરોના મહામારી ને કારણે પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થવા માં વિલંબ થયો છે, ઉલ્લેખનીય છે કે કોરોના ને કારણે દેશમાં પ્રથમ લોકડાઉન જ માર્ચ માં થયો હોવાથી પાણી પુરવઠા બોર્ડ કોરોના નો બહાનો કાઢી પોતાની નિષ્ફળતા છુપાવી રહ્યું છે તેવું અરજદાર ભાવેશ આહીર દ્વારા જણાવેલ હતું.