અમદાવાદ : ‘વાસણ ધોવાનું લિક્વિડ લેવું છે?’ ભાવપત્રક હાથમાં લેતા જ મહિલા બેભાન, હોશ આવ્યો ત્યારે સોનાની બંગડી હતી ગાયબ

અમદાવાદ : ‘ગુજરાતી માં કહેવત છે કે ધરમ કરતા ધાડ પડવી, દયા ડાકણ ને ખાય’ ક્યારેક કોઈ ને પર દયા દાખવવી પણ ભારે પાડતી હોય છે. આવો એક બનાવ શહેર ના મણિનગર વિસ્તાર માં જોવા મળ્યો છે. બે ગઠીયા ઓને પાણી પીવડાવવા જતા મહિલા એ સોનાની બંગડી ગુમાવવાનો વખત આવ્યો છે. આ કિસ્સો અમદાવાદ અને રાજ્યની એ તમામ મહિલાઓ માટે ચેતવણીરૂપ છે જે સોસાયટીમાં ચીજ વસ્તુઓ વેચવા આવતા સેલ્સમેન અને ફેરિયાઓ સાથે રોજબરોજનો વ્યવહાર કરે છે.
બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા ઉર્વશી બેન દવે એ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના પતિ અને દીકરો દીકરી સવારનાં સમયે તેમના નોકરી અને કામ થી બહાર જતા રહે છે. અને પોતે ઘરે એકલા હોય છે. આજે સવારે તેઓ ઘરે હાજર હતા ત્યારે કોઈ એ દરવાજો ખખડાવ્યો હતો. તેમણે બહાર જઈ ને જોયું તો દરવાજા પાસે એક વ્યક્તિ ઊભો હતો. જેણે ફરિયાદીને વાસણ ધોવાનું લિક્વિડ લેવા માટે જણાવ્યું હતું.