રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ શંકાસ્પદ કેસ સુરતમાં, ઇંગ્લેન્ડથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ

હાલ કોરોના મહમામારીમાંથી તો બહાર નથી આવ્યાં ત્યાં બ્રિટનના નવા સ્ટ્રેને દેશભરમાં ફફડાટ ફેલાયો છે. જેના કારણે વિદેશથી આવતા તમામ લોકોની કડક ચકાસણી થાય છે. ત્યારે ઇન્ગલેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત આવતા તેને અલગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ યુવતી ક્રિસમસ વેકેશનની રજાઓ હોવાને કારણે 10 ડિસેમ્બરના રોજ વાયા દિલ્હીથી સુરત આવી આવી હતી. જે બાદ યુવતી 20 ડિસેમ્બરના રોજ બ્રિટન જવા માટે જવાની હતી તે માટે તે દિલ્હી એરપોર્ટ પણ પહોંચી હતી પરંતુ બ્રિટનની તમામ ફ્લાઇટ રદ થવાને કારણે આ યુવતી પરત સુરત આવી હતી. આ અંગેની માહિતી તંત્રને મળતા તરત જ તંત્ર કામગીરી ચલાવીને તપાસ કરી હતી. જેમાં આ યુવતીમાં બ્રિટનના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા હતા. યુવતી સાથે ઘરમાં રહેતી તેની બહેન, માતા અને પિતાના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં માતા અને બહેન કોરોના પોઝિટિવ આવ્યાં છે.
યુવતીને અલગ વોર્ડમાં રાખવામાં આવી છે
જેના કારણે આ ત્રણેવ દર્દીઓને નવી સિવિલના દસમા માળે આ માટેના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.
10 ડિસેમ્બરે બ્રિટનથી આવી હતી ત્યારે રિપોર્ટ નેગેટિવ હતો
10 ડિસેમ્બરે જ્યારે બ્રિટનથી સુરત આવી હતી ત્યારે એરપોર્ટ પર કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જ્યારે સુરતથી બ્રિટન જવા માટે દિલ્હી ગઇ હતી પરંતુ તેની ફ્લાઇટ રદ થવાને કારણે તે ફરીથી સુરત આવી હતી. જે બાદ સુરત તંત્ર હરકતમાં આવ્યું હતું.