ગુજરાત રસી માટે તૈયાર: એક દિવસમાં 16 લાખ લોકોને રસી આપવાનું આયોજન

ગુજરાતમા કોરોના રસી લગાડવા માટે પહેલાની પુરેપુરી તૈયારીઓ થઇ રહી છે. આ અંતર્ગત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 16 હજાર વેક્સિનેટરને તાલીમ આપવામાં આવી છે. એક સેન્ટર પરથી એક દિવસમાં 100 લોકોને રસી આપવામાં આવશે. જેથી ગુજરાતમાં રોજના 16 લાખ લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડ્રાય રન-મોક ડ્રીલનું આયોજન કરાયું
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ ઉમેર્યું હતું. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ આ રસી આપવા માટે ડ્રાય રન-મોક ડ્રીલનું આયોજન કરાયું છે. જે તા 28 અને 29 ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહ્યું છે કેન્દ્ર સરકારે આ માટે ચાર રાજયોની પસંદગી કરી છે જેમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે. ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, પંજાબ અને આસામમાં આ ડ્રાય રન યોજાઇ રહી છે.
ચાર નિષ્ણાત તબીબ તજજ્ઞોની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી
ડૉ. રવિ એ ઉમેર્યુ કે, રસીકરણ દરમિયાન નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન અને સૂચનો મળી રહે એ હેતુથી રાજય સરકારે ચાર નિષ્ણાત તબીબ તજજ્ઞોની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં ડૉ. નવીન ઠાકર-પીડીયાટ્રીક એસોસિએશનના વડા, ડૉ. નિશ્ચલ ભટ્ટ- પીડીયાટ્રીશીયન, ડૉ. સપન પંડયા-ઇમ્યુનોલોજીસ્ટ અને ડૉ. ભદ્રેશ વ્યાસ – જામનગર ગુરુ ગોવિંદસિંગ કોલેજના એચઓડી – આ ટાસ્ક ફોર્સના સભ્યો છે.
રસીના બે ડોઝ 14 દિવસના આંતરે લેવાના રહેશેઆ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રસી આપવા માટે લાભાર્થીઓના મોડ્યુલ પણ તૈયાર કરી દેવાયા છે આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ રસીનો ડોઝ અઠ્યાવિસ દિવસમાં બે વખત અને 14 દિવસના અંતરે લેવાનો રહેશે.