સુરત : ‘હત્યારો પ્રેમી,’ સાળીની પરિણીત દીકરીના પ્રેમમાં પત્નીની કરી નાખી હતી હત્યા, 5 વર્ષથી પ્રેમિકા સાથે હતો ફરાર

સુરત : સુરત ક્રાઇમ બ્રાન્ચે પત્નીની હત્યા કરી અને પાંચ વર્ષથી ફરાર થઈ ગયેલા પતિને ઝડપી પાડ્યો છે. પત્નીની હત્યા કરી અને પાંચ વર્ષથી ફરાર થયેલો પતિ પ્રેમિકા સાથે નાસતો ફરતો હતો. જોકે, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે તેની પ્રેમિકા અન્ય કોઈ નહીં પરંતુ સાળીની દીકરી જ હતી. સુરતમાં વર્ષ 2014માં સાળીની દીકરી સાથે થયેલા પ્રેમને લઈને થતા ઝઘડા અને પત્નીના નામે મ્યુચ્યલ ફંડમાં રહેતા રૂપિયા મેળવા માટે પત્નીની ગળું દબાવી હત્યા કરનાર પતિંની પોલીસે ધરપકડ કરી હતી. જોકે માતાના ઓપરેશન નામે વચગાળાના જામીન મેળવી પ્રેમિકા સાથે ફરાર થયેલા હત્યારા પતિને પોલીસે પાંચ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે
બનાવની વિગત એવી છે કે સુરતના ડીંડોલી વિસ્તારમાં વર્ષ 2014માં વિષ્ણુ પ્રજાપતિ એ પોતાની પત્નીની ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી પત્ની ગીતા બહેન ની મોટી બહેન એટલેકે સાળીની પરિણીત પુત્રીના પ્રેમમાં વિષ્ણુ હતો. જોકે આ પ્રેમ પ્રકરણની પત્ની ગીતા બહેન ખબર પડી જતા દરોજ પતિ સાથે ઝધડો થતો હતો. જોકે પતિ વિષ્ણુ પત્નીથી છૂટકારો મેળવી સાળી નીપુત્રી સાથે રહેવા માંતો હતો અને બીજી બાજુ પત્નીના નામે મ્યૂચ્યલ ફંડમાં રૂપિયા હતા તે મેળવા માટે પત્નીની હત્યા કરી હતી.
જોકે તે માટે પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. પણ વર્ષ 2015માં માતાના ઓપરેશન માટે જેલમાંથી વચગાળાના જામીન મેળવી બહાર આવ્યા બાદ જેલમાં હાજર થયો નહોતો. જોકે ફરાર થયેલા આરોપીએ પોતાની સાળીની પરિણીત પુત્રીને લઈને તે ભાગી છૂટ્યાો હતો અને પહેલા કામરેજ ત્યાર બાદ સુરતના અલગ લાગે વિસ્તારમાં પ્રેમિકા સાથે રહેતો હતો.