गुजरात

અમદાવાદ : કોન્સ્ટેબલ સામે પીઆઈએ નોંધાવી ફરિયાદ, મનસ્વી રીતે રજા પાડી રહેતો હતો ગેરહાજર

અમદાવાદ: શહેરના એ ડિવિઝન ટ્રાફિક પોલિસ સ્ટેશનના પીઆઇએ તેમના જ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે. પીઆઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કોન્સ્ટેબલ રણજીતસિંહની ઘાટલોડિયા પોલીસ સ્ટેશનથી ટ્રાફિક વિભાગમાં બદલી થઈ હતી. તેઓને પોઇન્ટ પર ટ્રાફિક નિયમન માટે મુક્યા હતા. પણ કોઈ કારણ વગર અને મનસ્વી રીતે ગેરહાજર રહેતા તેઓને ચાર ચાર વાર નોટિસ પાઠવી હતી. છતાંય હાજર ન રહેતા તેમની સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જોકે, ગેરહાજર રહેવા પાછળ કોન્સ્ટેબલને ટ્રાફિક નિયમન માટે પોઇન્ટ પરની નોકરી ન ફાવી હોવાનું મનાઈ રહ્યું છે.

શહેરના એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પીઆઇ પી. બી. ખાભલા ફરજ બજાવે છે. તેમણે તેમના જ પોલીસ સ્ટેશનમાં બદલી થઈને આવેલા કોન્સ્ટેબલ સામે ફરિયાદ આપી છે. ફરિયાદ મુજબની વિગત એવી છે કે, એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ તરીકે રણજીતસિંહ ચમનસિંહ ફરજ બજાવે છે.

રણજીતસિંહ વર્ષ 1992માં પોલીસ ખાતામાં ભરતી થયા હતા. તેઓની બદલી ઘાટલોડિયા પોલીસસ્ટેશનથી ટ્રાફિક પોલીસસ્ટેશનમાં થઈ હતી. ઓગસ્ટ માસમાં રણજીતસિંહ ટ્રાફિક પોલીસસ્ટેશનમાં હાજર થયા હતા. હાજર થતા જ તેઓને ટ્રાફિક નિયમન માટે પોઇન્ટ પર ડ્યુટી સોપાઈ હતી.

Related Articles

Back to top button