गुजरात

અમદાવાદ: નજીવી બાબતે થયેલા ઝઘડાએ લીધું રૌદ્ર સ્વરૂપ, તલવાર મારતા મહિલાને 88 ટાંકા આવ્યાં

અમદાવાદ: કહેવાય છે કે ક્ષણિક માટેનો ગુસ્સો ક્યારેક મોટું નુકસાન પહોંચાડી શકે છે. અનેક વખત આવા બનાવો બનતા હોય છે જ્યાં રાઈનો પહાડ થઈ ગયો હોય છે. શહેરના એલિસબ્રીજ વિસ્તાર માં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં પહેલા પાડોશી સામે ફરિયાદ નોંધાવી હતી, જે બાદમાં એવું કામ કર્યું કે પોતે જ આરોપી બની ગયા હતા.

આંબાવાડી વિસ્તારમાં રહેતા સાવિત્રીબેન ભીલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના બ્લોકની સામે રહેતા લક્ષ્મણભાઈ સાથે તેમને સામાન્ય બોલાચાલી થઈ હતી. આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. જે બાબતે સમાધાનની વાતચીત ચાલી રહી હતી પરંતુ લક્ષ્મણજીએ સમાધાન કરવાની ના પાડી દીધી હતી. જે બાદમાં તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. ફરિયાદીએ નીચે જઈને તેમને આવું ન કરવા માટે કહેતા લક્ષ્મણભાઈ અને તેમના ભત્રીજા ઉશ્કેરાઈ ગયા હતા. લક્ષ્મણભાઈના ભત્રીજાએ ફરિયાદીના સંબંધીને હાથના ભાગે પાઈપનો ફટકો માર્યો હતો.

Related Articles

Back to top button