ભરુચ : પત્રકાર એકતા સંગઠન દ્વારા ભરૂચ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ..
ભરૂચ જિલ્લાના પત્રકારો ની મીટીંગ માહિતી ખાતાના હોલમાં યોજાઇ...
ભરૂચ
રિપોર્ટર – જાવેદ મલેક
ગુજરાત પત્રકાર એકતા સંગઠન ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા ના અધ્યક્ષ સ્થાને. પ્રદેશ સમિતિના મહા મંત્રી આર.બી.રાઠોડની હાજરી ઉપપ્રમુખ ગીરવાન સિહ સરવૈયા તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ યાદવ તેમજ આઇ.ટી.સેલના નરેશભાઈ ડાખરાની ઉપસ્થિતિમા જિલ્લાના પત્રકારોનું સ્નેહ મિલન ભરૂચના માહિતી નિયામક કચેરીના હોલ ખાતે..તાં ૧૯/૧૨/૨૦ ને શનિવારે સવારે ૪/૦૦ કલાકે યોજાઈ ગયું.
કાર્યક્રમને સફળ બનાવવા ઝોન પ્રભારી ધર્મેશ મિસ્ત્રી તેમજ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુલાણી સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વ સલીમભાઈ બાવાણી અને ભરૂચના પ્રમુખના કોરોનાના કારણે થયેલ દુઃખદ અવસાનને યાદ કરી ફૂલહાર કરી, મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. સ્વાગત પ્રવચન પ્રાસંગિક પ્રવચનો અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમા ખાસ ભરૂચ, નર્મદા સહિત જિલ્લાઓ ના હોદ્દેદારો ખાસ હાજર રહી સ્નેહ મિલનમા ભાગ લીધો હતો. સંગઠન અંગેના નાના મોટા પ્રશ્નોની ચર્ચા..જરૂરી સૂચનો જરૂરી ફેરફારો કરવા ચર્ચા કરી કરવામાં આવ્યા હતા એક બીજાના દોષ જોવાના બદલે માત્ર પરિવાર ભાવે.. એક બીજાના સહયોગી બનવા માર્ગદર્શન કરવામાં આવ્યું હતુ. ખાસ તો સંગઠનની રચનાનો પ્રારંભ તાપી જિલ્લાએ વ્યારાથી કર્યો છે અને બીજી મીટીંગ ભરૂચ ખાતે યોજાઇ હતી અને દરેક મહિને માસિક મીટીંગ હોદ્દેદારોની આ ભરૂચ જિલ્લામાં યોજાય છે જે સરાહનીય તેમજ અભિનંદન ને પાત્ર છે. કાર્યક્રમમા નર્મદા જિલ્લાની સંગઠન અને ઝોન ટીમના તમામ હોદ્દેદારોએ ખાસ હાજરી આપી હતી ટ્રાયબલ સમાચાર અને સંસ્થાઓના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં પત્રકારોની હાજરી રહી હતી. પત્રકારો ની સમસ્યાઓ જાણી તેના યોગ્ય ઉત્તર અને ઉકેલ માટે માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું છેલ્લે સમૂહ ભોજન કરી અન્ન ભેળાં એના મન ભેળાં કહેવતને સાર્થક કરી હતી છેલ્લે પ્રદેશ અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત તમામ હોદ્દેદારો પત્રકાર ભાઈ બહેનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને દેશની જનતાની સમસ્યા, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી બેરોજગારીની સમસ્યાઓ સામે પ્રજાની અપેક્ષા માત્ર પત્રકાર તરફ છે એક બની નાના મોટા પત્રકારોના પ્રશ્નો સામે લડવા તેમજ સમસ્યાઓનો સામનો કરવા પ્રજાને ઉપયોગી થવા સ્વમાન ભેર પત્રકારત્વ કરવા હાકલ કરવામાં આવી હતી. કોરોનાના લોક ડાઉનમા થયેલી ખોટી ફરિયાદો સામે આખા રાજ્યમાં આવેદન પત્રો આપવામાં આવ્યા હતા અને દરેક ધારાસભ્ય કે સંસદસભ્યને આવેદન આપી તેના ભલામણ પત્રો લખાવવામાં આવ્યા હતા ૧૨ માગણીઓ માટે સરકારના દુર્લક્ષની ચર્ચા કરવામાં આવી હતી. જે પત્રકારો ગુજરાતથી દિલ્હી સુધી સત્તાઓ બનાવવા યોગદાન આપ્યું હતું તે ગુજરાતના પત્રકારોની દશા અંગે ચર્ચા કરી હતી પોતાનું દુઃખ ભૂલીને પ્રજાના સુખ દુઃખ નાં સાથી બનવા સૌને હાકલ કરવામાં આવી હતી લીગલ સેલમા સ્થાનિક એડવોકેટ પઠાણની નિયુક્તિ તેમજ ખાલી પડેલી જગ્યાના હોદ્દેદારોને નિમણુક આપી આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમા ખાસ ગાંધીનગરથી ગૌરાંગભાઈ પંડ્યા અને ઝોન -૯ નાં પ્રભારી અંબાલાલ રાવલ તેમજ ગાંધીનગરના જોન કોર્ડી નેટર પણ ખાસ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.