गुजरात

રાપર ખાતે રાપર તાલુકા તલાટી મંડળ ની નવી રચના કરાઈ…

Anil Makwana

રાપર

રિપોર્ટર – લક્ષ્મણસિંહ જાદવ

રાપર ખાતે આજે તલાટી મંડળ ની રચના કરવામાં આવી હતી જિલ્લા નો સૌથી મોટો ગ્રામ્ય વિસ્તાર ધરાવતો રાપર તાલુકા માં 90 થી વધુ ગામો અને નાની મોટી વાંઢો ધરાવતાં રાપર તાલુકા માં આજે તાલુકા પંચાયત ખાતે રાપર તાલુકા તલાટી મંડળ ની મિટિંગ મળી હતી જેમાં રાપર તાલુકા તલાટી મંડળ ના પ્રમુખ બળદેવભાઈ પરમાર ની મુદત પૂરી થતાં મંડળ ના નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ ના નામો ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખશ્રી વિજયગીરી ગૌસ્વામી ની અધ્યક્ષતામાં રાપર તાલુકા તલાટી મંડળ ના પ્રમુખ તરીકે જસવંત સિંહ સોલંકી ની સર્વાનુમતે વરણી કરાઈ હતી જેને ઉપસ્થિત તલાટી મંત્રીઓ દ્વ્રારા તાળીઓ પાડી ને વધાવાઈ હતી અને પ્રમુખશ્રી જશવંતસિંહ સોલંકી ને રાપર ટીડીઓ ડી જે ચાવડા,એ ટીડીઓ જીગ્નેશ ભાઈ પરમાર, વિસ્તરણ અધિકારી બી.પી. ગુંસાઈ, કીડીયાનગર સરપંચ રમેશભાઈ જાદવ,ભાજપ અગ્રણી દિલીપ ભાઈ જાદવ,અને બીજા તાલુકા પંચાયત ના અધિકારીઓ, કર્મચારીઓ દ્વ્રારા નવા વરાયેલા પ્રમુખશ્રી જશવંતસિંહ સોલંકી ને શુભેચ્છા ઓ આપી હતી તો આજે મળેલ તલાટી મિટિંગ માં પ્રમુખ બાદ ઉપ પ્રમુખ તરીકે હિતેસભાઈ પ્રજાપતિ ની પણ વરણી કરાઈ હતી અને મંડળ ના વિવિધ હોદેદારો ની આ તકે વરણી કરાઈ હતી જેમાં બિપિન ભાઈ કડિયા, મીનાબેન રાવલ,અલ્પા બેન પટેલ,મિતેશ પટેલ,વગેરે રાપર તાલુકા તલાટી મંડળ ના હોદેદારો અને તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું મહામંત્રી દેવદત્ત પ્રજાપતિ એ જણાવ્યું હતું

 

 

Related Articles

Back to top button