गुजरात

કોરોનાનો કહેર: રાજ્ય કક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાં

ગાંધીનગર: ગુજરાત ના મોટા શહેરોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. કોરોનાના આ બીજા વેવમાં અમદાવાદમાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. પ્રથમ વેવમાં અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા. હવે બીજા વેવમાં રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાના સમાચાર મળી રહ્યા છે. તેમને સારવાર માટે શહેરની યુ.એન. મહેતા હૉસ્પિટલ માં ખસેડાયા છે. કોરોના સંક્રમિત થયા હોવા અંગેની જાહેરાક ખુદ મંત્રીએ ટ્વીટ કરીને કરી હતી.

વિભાવરીબેન દવેનું ટ્વીટ:

“આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે.”

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 1,487 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે સાંજે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1,487 કેસ નોંધાયા છે, જ્યારે 17 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં 319 નવા કેસ નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 217 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 1,98,899 પર પહોંચી ગયો છે.

Related Articles

Back to top button