ગાંધીનગર
અમદાવાદ શહેરમાં કરફ્યૂ વધારવા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, શહેરમાં કરફ્યુ વધારવામાં આવશે નહીં. જો કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કરફ્યૂ જયા સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે. રાજયમાં કોરોનાના ફરી એકવાર વધી રહેલા કેસને લઈ અમદાવાદ શહેરમાં 60 કલાકનો કરફ્યૂ જાહેર કર્યુ છે. ત્યારે આ કરફ્યૂ બાદ એવી અફવાઓ જોવા મળી રહી હતી કે ફરી એકવાર ગુજરાતમાં લોકડાઉન આવી શકે છે. ત્યારે નીતીન પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં કરફ્યૂ નહિ વધારાય. જો કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કરફ્યૂ જયા સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રાખવામાં આવશે.