સુરત: યુવતીની મશ્કરી કરી તેના ભાઈ પર દાદુ, દોધીયો અને ગણીયાએ ચપ્પુથી કર્યો હુમલો
સુરત: શહેરમાં હત્યા અને હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. શહેરમાં ગુનેગારોને જાણે પોલીસ કે અન્ય કોઈને ડર જ ન રહ્યો હોય તેમ સતત હત્યા ના બનાવો સામે આવી રહ્યા છે. અહીં છાશવારે હથિયારથી હુમલાઓ કરવામાં આવે છે. સુરતના લિંબાયત વિસ્તારમાં દરરોજ હત્યા કે હત્યાના પ્રયાસના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક આવો બનાવ બન્યો છે. ગતરોજ એક યુવાન પર ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. પોતાની બહેનની મસ્કરી બાબતે ઠપકો આપવા જતા દારૂના નાશમાં રહેલા ત્રણ યુવાનોએ યુવક પર ચપ્પાથી હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
સુરત આમ તો ગુજરાત રાજ્યનનું આર્થિક પાટનગર બની રહ્યું છે. તેવામાં આ શહેરમાં સતત ગુનાખોરી પણ વધી રહી છે. દરરોજ સુરતમાં હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમાં પણ લિંબાયત વિસ્તારમાં સૌથી વધુ આવી ઘટના બનતી હોય છે. આવી વધુ એક પોલીસ ચોપડે નોંધાઇ છે.