જસદણ : ધોળેદિવસે 3.10 લાખની લૂંટ, 2 શખ્સ CCTVમાં કેદ, વેપારીની ‘ધનતેરસ બગડી’
રાજકોટ : રાજકોટના જસદણમાં વેપારી સાથે ધોળેદિવસે લૂંટની ઘટના સામે આવી છે. જસદણમાં બેંકનાંથી પૈસા ઉપાડીને નીકળેલા એક વેપારીના થેલામાંથી પૈસા ઝૂંટવી અને નાસી ગયા હતા. ઘટનાના પગલે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસતા બે લબરમૂછિયા જેવા શખ્સો સીસીટીવી વીડિયોમાં કેદ થયા હતા. જોકે, ઘટનાના પગલે વેપારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
બનાવની વિગત એવી છે કે જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં વિહળાનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા શૈલેષભાઈ મધુભાઈ ભાયાણી પેઢી માટે શહેરના નવા બસસ્ટેન્ડ નજીક આવેલી આઈ.સી.આઈ.સી. બેંકે પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. બાદમાં બેંકમાંથી તેમણે રૂ.1.10 લાખ ઉપાડ્યા હતા અને તેમની પાસે રહેલા થેલામાં રૂ.2 લાખ અગાઉથી જ હતા. પછી કુલ રૂ.3.10 લાખ થેલામાં નાંખીને બેંકેથી તેઓ ઘરે ટીફીન લેવા માટે જતા હતા અને ટીફીન લઈને પોતાની પેઢીએ ખેડૂતોને બીલ ચૂકવવા માટે જવાના હતા.