गुजरात
અમદાવાદમાં ‘પતિ પત્ની ઔર વો’નો કિસ્સો : લૉકડાઉનમાં પતિની બીજી પત્ની હોવાનો ફૂટ્યો ભાંડો
અમદાવાદ : તાજેતરમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન આવ્યું ત્યારે ઘરેલુ હિંસાના કિસ્સામાં વધારો થયો હતો. લૉકડાઉન ખુલ્યા બાદ પણ આવા જ કંઈક હાલ જોવા મળી રહ્યા છે. શહેરના પોલીસ સ્ટેશનમાં એવી પતિ પત્નીની કહાની સામે આવી જે સાંભળી પોલીસની પણ આંખો ચાર થઈ ગઈ હતી. લૉકડાઉનમાં પત્નીથી છૂપાઈને પ્રેમિકા સાથે ધરાઈને વાતો કરનાર પતિ હવે પત્નીની ઝપેટમાં આવી ગયો છે. પત્નીએ પતિનો ફોન તપાસતા આ ભાંડો ફૂટ્યો અને આખરે પતિ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી 36 વર્ષીય યુવતી ત્રણ માસથી પિયરમાં માતા, પિતા અને પુત્ર સાથે રહે છે. વર્ષ 2006 માં આ મહિલાના લગ્ન સરસપુર પોલીસ ચોકી પાસે રહેતા એક યુવક સાથે થયા હતા. શરૂઆતમાં આ મહિલાને તેના સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ તાજેતરમાં આવેલા લૉકડાઉનમાં આ મહિલાને તેના પતિએ સતાવવાની શરૂ કરી હતી.