વાંસદાના સરા ગામે લોકસેવા ટ્રસ્ટ દ્ધારા વિધવા બહેનોને સાડી ચંપલ અને ધાબળાની કીટ વિતરણ કરી.
Anil Makwana
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ,સુનીલ ડાભી
વાંસદા તાલુકાના સરા ગામે લોકસેવા ટ્રસ્ટ દ્ધારા વિધવા બહેનોને સાડી ચંપલ અને ધાબળાની કીટ આપીને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. હાલની કોરોના મહામરિના સમયમાં લોકસેવા ટ્રસ્ટે ઉમદા સેવાકીય કાર્ય કર્યું છે. આ સંસ્થા દ્વારા અગાઉ પણ જરૂરીયાત મંદોને મદદરૂપ બની સાચા અર્થમાં સેવાકીય કાર્યો કર્યા છે.જેમાં લોકસેવા ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ વિકાસના કાર્યક્રમોમાં ૨૦૦૩ની સાલથી કાર્યરત છે જેના મુખ્યત્વે બાકી યોજના ઓરગો નીક ખેતી મહિલા વિકાસ તેમજ ખેડૂતો અને મહિલા ઓને આજીવિકા મળે તેવી અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.લોકસેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ જરૂરીયાત મંદોને ૫૦૦ કીટ આપવામાં આવે હતી. ચાલુ વર્ષે કોરોનાની મહામારી માં એકદમ ગરીબ વિધવા બહેનોને વાંસદા ચીખલિ અને ખેરગામ તાલુકાની બહેનોને સાડી ચંપલ અને બ્લેન્કેટ ની કીટ બનાવીને કુલ ૫૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકસેવા ટ્રસ્ટ કોરોના મહામારી વાત કરી અને કપરા સમયમાં સેવાકીય કાર્ય કર્યું હતું તેમની શેવાને ગ્રામજનો એ પણ બીરદાવી હતી.