બાથરૂમ કરવાના બહાને શખ્સ ઘૂસ્યો કારના શોરૂમમાં, કારની ચોરી કરીને ભાગતા ઝડપાયો અને પછી…
અમદાવાદ : શહેરમાં ચોરી અને લૂટનાં (loot) અનેક એવા કિસ્સાઓ આવી રહ્યાં છે જેને સાંભળીને જ સામાન્ય માણસનાં મોંમાંથી ઉદ્ગાર નીકળી જાય. આવો જ એક કાર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. રામોલ વિસ્તારમાં આવેલા એક કાર શોરૂમમાંથી અજાણ્યો વ્યક્તિ કાર લઈને ભાગવા જાય તે પહેલા જ ઝડપાઇ ગયો હતો. બન્યું એવું કે આ શખશ પહેલા બાથરૂમ જવાના બહાને કાર શોરૂમમાં પાછળ સર્વિસ સેન્ટર પાસે પહોંચ્યો હતો. ત્યાં એક કારમાં ચાવી લાગેલી હોવાથી તે ચાલુ કરીને નીકળતો હતો. પણ સિક્યોરિટી ગેટ પર સતર્કતાથી અને ગેટપાસની સિસ્ટમને કારણે આ શખસ કાર લઈને ન નીકળી શક્યો અને પોલીસને જાણ કરાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
ઓઢવમાં રહેતા વિવેકકુમાર રાજપૂત વસ્ત્રાલ ખાતે આવેલા વિઝવલ ઓટોલિંક પ્રા.લિ. નામના શોરૂમમાં વર્કશોપ અને સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. આજે તેઓ શોરૂમ પર હાજર હતા ત્યારે તેમના સિક્યોરિટી ગાર્ડ તરફથી તેઓને જાણ કરાઈ કે એક વ્યક્તિ ગેટપાસ વગર કાર સાથે પકડાયો છે. ત્યાં જઈને ખરાઈ કરી તો સર્વિસ માટે આવેલી સ્વીફ્ટ કાર સાથે એક શખશ હાજર હતો. ગાડી બાબતે અને ગેટપાસ બાબતે પૂછતાં તેને કોઈ જવાબ ન આપ્યો. જેથી જોબકાર્ડમાં જે વ્યક્તિનું નામ નંબર હતા તે રામજીભાઈ દેસાઈને ફોન કર્યો હતો.
તેઓની પૂછપરછ કરી કે તેઓએ કોઈ વ્યક્તિને લેવા મોકલ્યો હતો કે કેમ તેના જવાબમાં તેઓએ ના પાડી હતી. જેથી, આ મહેશ ઉર્ફે રામ રાજપૂતની પૂછપરછ કરતા સામે આવ્યું કે,