गुजरात

ભારતનું પહેલુ seaplane આજે આવશે અમદાવાદ, રિવરફ્રન્ટથી SOU જવાનું ભાડુ હશે 4800 રૂપિયા

ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે તે સી પ્લેન આજે અમદાવાદ પહોંચી જશે. ભારતનું સૌપ્રથમ સી પ્લેન ગુજરાતીઓ સહિત વિશ્વના લોકોને અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લઇ જશે. 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે. તે દિવસને એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કેવડિયા ખાતેથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરાવશે. પીએમ મોદી સી પ્લેન દ્વારા અમદાવાદથી કેવડિયા પહોંચશે.

નોંધનીય છે કે, સી પ્લેને રવિવારે સવારે માલ્દિવ્સના મેલ ખાતેથી ટેક્ ઓફ કર્યું હતું. આ પછી સી પ્લેન રવિવારે બપોરે કોચીના વેન્ડુરથી ખાતે પહોંચ્યું હતું. જ્યાં ઈંધણ પુરાવ્યા બાદ સી પ્લેન સાંજના ગોવા પહોંચ્યું હતું. હવે સોમવારે સવારે સી પ્લેન ગોવાથી અમદાવાદ પહોંચશે.

આગામી 28 અને 29 ઓક્ટોબર દરમિયાન સી પ્લેનનું અમદાવાદ-કેવડિયા વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવે તેની સંભાવના છે. સી પ્લેન માટેના બંને પાયલટ હાલમાં વિદેશના છે. આ પાયલટ દ્વારા જ આગામી 6 મહિના ઉડ્ડયન કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે. ત્યારે સામાન્ય માણસ આ સીપ્લેનમાં કઇ રીતે બેસી શકશે એ પ્રશ્ન બધાને અકળાવશે. મહત્વનું છે કે, મલેશિયાથી રવાના થયેલા સી પ્લેન માટેના એરક્રાફ્ટમાં 6 ક્રુ મેમ્બર્સ છે.

Related Articles

Back to top button