गुजरात

જેતપુર: ટેક્સટાઇલની દુકાનમાં આગ: શોટશર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

Anil makwana

જેતપુર

રિપોર્ટર – અમી બોસમીયા

જેતપુર શહેરના કણકિયા પ્લોટમાં એસ.બી.આઇ. બેન્કની સામે આવેલ સાંઈનાથ ટેક્સટાઇલ નામની દુકાનમાં સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં આગ લાગી હતી.આગ લાગવાની જાણ થતા સાંઈનાથ ટેક્સટાઇલના માલિક રાજુભાઈ જુમાણી દ્વારા આજુબાજુના વેપારીઓ તેમજ રાહદારીઓની મદદથી શક્ય એટલો સમાન દુકાન બહાર કાઢવામાં આવ્યો હતો.અને નગરપાલિકાને જાણ કરવામાં આવતા તુરંત જ નગરપાલિકાની ફાયરટીમ સ્થળ પર આવી હતી તેમજ આગને જોવા માટે ભીડ ન એકઠી થાય તે માટે જેતપુર શહેર પોલીસ દ્વારા રસ્તો કોર્ડન કરી ઘટનાસ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જોકે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં લાગેલી આગના ધુમાડા સાંજે સાડા સાત વાગ્યા સુધી દેખાતા હતા.

Related Articles

Back to top button