ગુજરાતમાં કયા બે જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતથી કોરોના કાબુમા આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાતમાં એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યના બે જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બે જિલ્લાઓ ગમે ત્યારે કોરોનામુક્ત થાય તેવી શક્યતાઓ છે.
આ અંગેની વિગતો જોઇએ તો તાપી જિલ્લામાં કોરોનાના 6 એક્ટિવ કેસો છે, જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના 7 એક્ટિવ કેસો છે. ત્યારે આ બે જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરમાં 12 અને વલસાડમાં 32 એક્ટિવ કેસો છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 50થી વધુ એક્ટિવ કેસો છે.
ગઈ કાલે રાજ્યમાં 996 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3646 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,277 એક્ટિવ કેસ છે, જ્યારે 1,42,799 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,206 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,60,722 પર પહોંચી છે.