गुजरात

AMC : ઉત્તરજોન સૈજપુર વોર્ડ ના વોર્ડ-ઇન્સ્પેકટર મહેસ પટેલ તેમજ આસી-ટી.ડી.ઓ. ગાંધીજી ના ત્રણ વાંદરા સમાન

ઉત્તરજોન સૈજપુર વોર્ડ ના વોર્ડ-ઇન્સ્પેકટર રહેમનજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ ફુલો ફાલ્યો

અમદાવાદ

રિપોર્ટર – સંદીપ જાદવ

અમદાવાદ શહેરમાં આવેલ ઉત્તરજોન સૈજપુર વોર્ડ માં ગેરકાયદેસર બાંધકામો ની ફુલી ફાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ સૈજપુર વોર્ડ માં નરોડા પાટીયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સૈજપુર બ્રાન્ચ ના પહેલા માળે ઉત્તરજોન સૈજપુર વોર્ડ ના વોર્ડ-ઇન્સ્પેકટર મહેસ પટેલ તેમજ આસી-ટી.ડી.ઓ. ની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ થય રહ્યું છે શું આ અધિકારી એ ગાંધીજી ના ત્રણ વાંદરા વારી કહેવત ને સાર્થક કરી બતાય છે સાચું જોવું નહિ ? સાચું સાંભળવું નહિ ? અને સાચું બોલવું નહિ ? જો આમના ઉપર કોઈ ઈમાનદાર અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આવા ભ્રષ્ટાચારીઓ ને સસ્પેન્ડ કરી અને જ્યાં જ્યાં સેટિંગ ડોટ કોમ થી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યા છે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેસન રુલ્સ તેમજ ગુજરાત ટાઉન પ્લાનિંગ એકટ અને રુલ્સ નો સાચા અર્થ અમલ કરી આ કામ ને તોડી પાડવામાં આવે તેવી લોક મુખે ચર્ચા નો વંટોળ ઉઠ્યો છે વધુ ઉત્તરજોન સૈજપુર વોર્ડ માં ગેરકાયદેસર બાંધકામો ના ફોટો તથા સરનામા અમારી ચેનલ દ્વારા પર્દાફાસ કરવામાં આવશે

Related Articles

Back to top button