ભુજ
રિપોર્ટર – કેતન સોની
આગામી ૩ તારીખ ના અબડાસા વિધાનસભા ની ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ભારતીય જાણતા પાર્ટી ઘ્વારા આજે વિધાનસભા વિસ્તાર માં આવતી જિલ્લા પંચાયત સીટ ના પ્રતિનિધિ ઓ સાથે તબક્કા વાર બેઠકો કરી હતી. આજે ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોઘતા રાજ્ય ના કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ના બુથ કાર્યકારતો થી માંડી ને તમામ કાર્યકારતો કામે લાગી ગયા છે. આજ ના અબડાસા ના આ પ્રવાસ માં કચ્છ ના મંત્રી વાસણભાઇ આહીર ,બી જે પી ના પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા ,શંકરભાઇ ચૌધરી ,કચ્છ ના પ્રભારી પરબતભાઇ ઠોકર ,કે સી પટેલ ,કચ્છ ના પ્રમુખ કેશુભાઈ પટેલ ,વાલમજીભાઈ હુંબલ સાથે રહ્યા હતા