રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકા માં કૃષિ રાહત પેકેજ અંતર્ગત કરવાની થતી અરજીઓ અંગે ખેડુતોને પડતી હાલાકી દુર કરવા બાબતે રાપર ધારાસભ્યશ્રી શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયાએ કૃષિમંત્રી સમક્ષ રજુઆત કરી..
મરણ થયેલ ખેડુત ખાતેદારના વારસદારનું સોગંદનામું લઈ તેને સહાય ચુકવવા રાપર ધારાસભ્યશ્રી ની માંગ..
રાપર
રિપોર્ટર – નરસિંહ મેવાડા
રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રી સહિત કૃષિમંત્રી આર.સી.ફળદુ વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સહિત કરછ કલેક્ટરશ્રી ને રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત કરવાની થતી અરજીઓ અંગે ખેડુતોને પડતી હાલાકી દુર કરવા બાબતે રજુઆત કરતાં જણાવ્યુ હતું કે રાપર વિધાનસભા વિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ તાલુકાના ઘણા ખેડુતોની મને પાક નુકશાની અંગે કૃષિ રાહત પેકેજ અંતર્ગત થતી અરજીઓમાં હાલાકી બાબતે લેખીત તથા મૌખીક ફરીયાદો મળેલ છે તે અંતર્ગત જણાવ્યુ હતું કે હાલના સમયમાં ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર (વી.સી.ઇ) મારફત અરજીઓ કરવાનું ચાલુ છે પરંતુ અરજીમાં ઘણા ખેડુતોને આધારકાર્ડ સ્ટેટસ નો (NO) આવે છે.જે ખરેખર યસ(YES) આવવું જોઈએ આ સમસ્યાના લીધે અરજી થતી નથી.તેમજ તપાસ કરતાં જાણવા મળેલ કે આવા ખેડુતોને ફિંગર ફરીથી અપડેટ કરાવવાની જરૂરીયાત રહે છે તેમજ હાલના સમયમાં આધાર કાર્ડ ફિંગર અપડેટ અંગેની કામગીરી પણ મામલતદાર કે તાલુકા પંચાયત એક પણ સ્થળે ચાલુ નથી અને ખેડુતોને કરવાની થતી અરજીના દિવસો ઘટી રહ્યા છે.આમ આ સમસ્યાના લીધે સ્થાનિકે અધિકારીઓ સાથે પણ ઘર્ષણ જેવી સ્થિતિ ઊભી થાય છે.માટે આ અંગે ત્વરિત આદેશ કરી આ મુખ્ય સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવે કે જેથી કોઈ ખેડુત આ સહાય (અરજી) થી વંચિત ન રહે તે અંગે કાર્યવાહી હાથ ધરવા માંગણી કરી હતી તેમજ તેમજ બીજી સમસ્યા એવી પણ છે કે જે કિસ્સામાં ખેડુત ખાતેદારનુ મરણ થયેલ હોય તેઓ (તેનો પરીવાર) પણ આ સહાય થી વીંચિત રહી જાય છે આવા કિસ્સામાં ખેડુત વારસદાર એન્ટ્રી અંગેની કાર્યવાહી કરવા જાય તો ૪૫ દિવસ જેટલો લાંબો સમય નીકળી જાય છે અને આવા ખેડુતો આ સહાય કે સહાયની અરજી થી વીંચિત રહી જાય છે માટે આવા કિસ્સાઓ માટે તેના સીધી લીટીના વારસદારને એક સ્ટેમ્પ ઉપર સોગંદનામું (બાંહેધરી) લઈ સહાય ચુકવવામાં આવે માંગણી પણ રાપર ધારાસભ્યશ્રી એ કરી હતી.